________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्री सद्गुरुदेवाय પ્રથમવૃત્તિનું નિવેદન
અધ્યાત્મરસરસિક શ્રી દીપચંદજી સાધર્મીકૃત “અનુભવપ્રકાશ” શાસ્ત્ર સર્વ ભવ્ય જીવોને આદરણીય થઈ પડેલ છે. તે શાસ્ત્ર વાંચતાં એવો નિશ્ચય થાય છે કે તેના લેખક એક અનુભવી આત્મજ્ઞ પુરુષ હતા. તેમણે અધ્યાત્મરસને અદભુત રીતે ચૂંટટ્યો છે. અનેક દષ્ટાંતો આપીને શુદ્ધાત્માનું સ્વરૂપ સુંદર રીતે તેમાં સમજાવવામાં આવ્યું છે અને મુમુક્ષુઓને શુદ્ધાત્માનો અનુભવ કરવાની પ્રેરણા આપે છે. આ શાસ્ત્રની રચના કરી તેમણે ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કર્યો છે.
આ શાસ્ત્ર ઉપર સ્વરૂપાનુભવી, અધ્યાત્મયોગી, ચૈતન્યવિહારી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ અલૌકિક પ્રવચનો કર્યા છે. આ પુનિત પ્રવચનો સ્વાનુભવના પંથને અત્યંત સ્પષ્ટપણે પ્રકાશિત કરે છે અને મુમુક્ષુ જીવોનાં હૃદયમાં સ્વાનુભવની રુચિ જાગૃત કરે છે. પ્રવચનોની વાણી એટલી સહજ, ભાવપૂર્ણ અને જોસીલી છે કે આત્મજ્ઞ ગુરુદેવનો અનુભવ જ જાણે મૂર્તિમંત બનીને વાણી-પ્રવાહરૂપે વહી રહ્યો છે. આવાં અધ્યાત્મર-ઝરતાં મધુર પ્રવચનો દ્વારા અધ્યાત્મતૃષિત સુપાત્ર મુમુક્ષુઓ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ મહાન ઉપકાર કર્યો છે. પ્રત્યક્ષ સત્પરુષના વિયોગે વર્તતા મુમુક્ષુઓને આ પ્રવચનો અત્યંત આધારભૂત છે.
સ્વ. શ્રી અમૃતલાલ નરશીભાઈ દ્વારા લખાયેલા આ પ્રવચનો સદ્ગુરુ-પ્રવચન-પ્રસાદ” માં આવી ગયાં છે. તે બધાંનો સંગ્રહ કરીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com