SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સં. ૧૬૭૩ માં તેમના પિતાનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ તેઓ આગ્રા ગયા. આગ્રામાં પ્લેગનો ભયંકર પ્રકોપ થયો. લોકો ભયભીત થઈને જંગલમાં રહેવા ગયા. સં. ૧૬૭૭ થી ૭૯ માં માતા, ભાર્યાઃ તથા પુત્ર-ત્રણેનો સ્વર્ગવાસ થઈ ગયો. સં. ૧૬૮૦ માં (૩૭ મા વર્ષે) ત્રીજી વાર લગ્ન કર્યાં. આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મરસિક સજ્જન હતા, તેઓ બનારસીદાસજીની કાવ્યશક્તિ દેખીને આનંદિત થતા, પણ તેમાં અધ્યાત્મિકરસનો અભાવ દેખીને દુ:ખ પણ થતું. તેમણે એક વાર અવસર પામીને પં. રાજમલ્લજી રચિત સમયસાર-કલશટીકા આપીને તેની સ્વાધ્યાય કરવા કહ્યું; પરંતુ ગુરુગમ વગર તેમને અધ્યાત્મ-માર્ગની સૂઝ ન પડી. તેમને અને તેમના મિત્રોને આત્મસ્વાદ તો આવ્યો નહિ ને ક્રિયાઓનો રસ મટી ગયો, એકવાર તો નગ્ન થઈને કોટડીમાં ફરવા લાગ્યા, ને કહે કે અમે મુનિ થયા......... એવામાં પં. રૂપચંદજી આગ્રામાં આવ્યા ને એકાંતગ્રસિત બનારસીદાસજીને ગોમ્મટસારના અભ્યાસ દ્વારા ગુણસ્થાનઅનુસાર જ્ઞાન-ક્રિયાઓનું વિધાન સમજાવ્યું; તે સમજતાં તેમની આંખો ખૂલી ગઈ. તબ બનારસી ઔહિ ભયો સ્યાાદપરણતિ પરિણયો; સુનિ સુનિ રૂપચંદકે વૈન, બાના૨સી ભયો દિઢ જૈન, હિરદેમેં કછુ કાલિમા, હુતી સરદહન બીચ, સોઉ મિટિ, સમતા ભઈ, રી ન ઊંચ ન નીચ. કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસારની જે ટીકા અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે અને જે ટીકાના અધ્યાત્મરસઝરતા કળશો ઉપર પં. શ્રી રાજમલ્લજીએ (બના૨સીદાસજીની પૂર્વે સોએક વર્ષ પહેલાં ) અધ્યાત્મની ખૂમારીથી ભરપૂર કળશટીકા રચી છે. તે પંડિત બનારસીદાસજીને અત્યંત પ્રિય હતી; તે કળશટીકાસંબંધમાં તેઓ લખે છે કે પાંડે રાજમલ્લ જિનધર્મી સમયસારનાટકકે મર્મી, તિન્હેં ગ્રંથકી ટીકા કીની બાલબોધ સુગમ કર દીની. આ કળશટીકા ઉ૫૨થી આપણા કવિરાજે છંદબદ્ધ પદ્યરૂપ નાટકસમયસારની રચના કરી; સં. ૧૬૯૩ ના આસો સુદ ૧૩ ને રવિવારે તે પૂર્ણ થઈ. તે વખતે આગ્રામાં બાદશાહ શાહજહાંનું રાજ્ય હતું. પંડિતજીએ પંચાવન વર્ષ સુધીનું પોતાનું કથાનક (જે અર્ધકથાનક કહેવાય છે તે ) લખ્યું છે. ત્યારપછી લોકવાયકાઅનુસાર કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ સમયસારનાટકની પીઠિકામાં છે. પં. શ્રી બના૨સીદાસજીની મુખ્ય રચના સમયસાર-નાટક, તે ઉપરાંત બનારસીવિલાસ, જિનેન્દ્રદેવના ૧૦૦૮ નામોની નામમાળા ( સહસ્રઅટ્ટોત્તરી ), અર્ધકથાનક (આત્મકથા ), અને ૫૨માર્થ વનિકા તથા ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી તેમણે લખેલ છે. પં. શ્રી બનારસીદાસજીનું જીવન પહેલાં કેવું હતું ને Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy