SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રસના રસિયા બનારસી હવે જિનેન્દ્રના શાંતરસમાં મગ્ન રહેવા લાગ્યા. પહેલાં ગલીકુંચીમાં ભટકનારા બનારસી હવે અષ્ટદ્રવ્યસહિત જિનમંદિરમાં જવા લાગ્યા. જિનદર્શન વગર ભોજનત્યાગની તેમને પ્રતિજ્ઞા હતી, આ ઉપરાંત વ્રત-નિયમ– સામાયિકાદિ આચારો પણ તેઓ કરવા લાગ્યા. સં. ૧૬૬૭ માં (૨૪ વર્ષની વયે) પિતાજીએ ઘ૨નો કારભાર બનારસીને સોંપી દીધો; અને બે મુદ્રિકા, ૨૪ માણેક, ૩૪ મણિ, નવ નીલમ, વીસ પન્ના, કેટલુંક પરચુરણ ઝવેરાત, તથા ૪૦ મણ ઘી, બે કંપા તેલ, બસો રૂપિયાનાં કપડાં અને કેટલીક રોકડ રકમ આપીને વેપાર માટે આગ્રા મોકલ્યા. આગ્રાના મોતીકટરામાં તેમના બનેવીને ત્યાં ઊતર્યા ને વેપાર શરૂ કર્યો. ઘી, તેલ, કાપડ વેચીને તેની હૂંડી જૌનપુર મોકલી દીધી. તે વખતે આગ્રામાં ભલભલા લોકો ઠગાઈ જતા, પણ સદ્ભાગ્યે બનારસીદાસજી ઉ૫૨ કોઈની દષ્ટિ ન પડી. છતાં અશુભ કર્મના ઉદયે તેમને ન છોડયા, રૂમાલમાં બાંધેલું વેરાત કયાંક ગૂમ થઈ ગયું, જે કપડામાં માણેક બાંધ્યાં હતાં તે પોટલી ઊંદરડા તાણી ગયા; બે રત્નજડિત પોંચી જે શરાફને વેચી હતી તેણે બીજે જ દિવસે દિવાળું કાઢ્યું, એક રત્નજડિત મુદ્રિકા રસ્તામાં પડી ગઈ;–આમ ઉપરાઉપરી આપત્તિથી બનારસીનું હૃદય ક્ષુબ્ધ બની ગયું. પાસે જે કાંઈ વસ્તુ બચેલી તે વેચી વેચીને ખાવા માંડયું. અંતે પાસે કાંઈ ન રહ્યું ત્યારે બજારમાં જવાનું છોડી દીધું ને ઘરમાં જ રહીને પુસ્તક વાંચવા લાગ્યા. ચાર પાંચ શ્રોતાજનો તેમની પાસે શાસ્ત્ર સાંભળવા આવતા. તેમાં એક કચોરીવાળો હતો, તેની પાસેથી રોજ કચોરી ઉધાર લઈને બનારસીદાસજી ખાતા હતા. ઘણા દિવસો બાદ તેને એકાંતમાં કહ્યું કે ભાઈ, તમે ઉધાર કચોરી આપો છો પણ મારી પાસે તો કાંઈ છે નહીં કે આપને આપું. -માટે હવેથી ઉધાર આપવાનું બંધ કરો. પણ કચોરીવાળા ભાઈ ભલા આદમી હતા, ને બનારસીદાસજીની પરિસ્થિતિ જાણતા હતા; તેણે કહ્યું કે આપ પૈસાની પરવા ન કરશો, ચિંતાની કોઈ વાત નથી, આપ ઉધાર લીધા કરો, સમય આવતાં બધું ચુકવાઈ જશે. -આ રીતે છ મહિના વીતી ગયા. એકવાર શાસ્ત્ર સાંભળવા તારાચંદજી નામના ગૃહસ્થ આવ્યા, તેઓ બનારસીદાસજીના શ્વસુર થતા હતા; તેઓ બનારસીદાસજીને પોતાને ત્યાં તેડી ગયા. બે માસ બાદ ફરીને તેમણે વેપાર શરૂ કર્યો, ને કંઈક ધન કમાયા, તેમાંથી કચોરીવાળાનો હિસાબ ચુકતે કરીને ચૂકવી આપ્યો, કુલ ૧૪ રૂા. થયા હતા. આગ્રા જેવા શહેરમાં બે વખત પુરી-કચોરીનું સાત માસનું ખર્ચ માત્ર રૂા. ૧૪ આવ્યું-એવા એ વખતે સસ્તા ભાવ હતા. આ પ્રસંગમાં કચોરીવાળાભાઈએ પોતાના એક સાધર્મી પ્રત્યે સંકટ વખતે જે ઉદારભાવનાથી વાત્સલ્ય બતાવ્યું તે આ જમાનામાં અત્યંત અનુકરણીય છે. આજના જૈનસમાજને આવા વાત્સલ્યવંત ભાઈઓની ઘણી જરૂ૨ છે. બના૨સીદાસજીને વેપારમાં બે વર્ષે ૨૦૦ રૂા. ની કમાણી થઈ, ને એટલું જ ખર્ચ થયું. વેપારના અનેક પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી; અલીગઢની યાત્રાએ ગયા, ત્યાં પ્રબલ તૃષ્ણાવશ પ્રભુ પાસે લક્ષ્મીની પ્રાર્થના કરી. આ દરમિયાન તેમની પત્નીને ત્રીજો પુત્ર થયો, પણ માત્ર પંદર દિવસ જીવીને તે મૃત્યુ પામ્યો ને તેની માતાને પણ લઈ ગયો. પોતાની સાળી સાથે ફરી લગ્ન કર્યાં; Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy