SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates થોડા દિવસ પછી ખરગસેન પુત્રલાભની ઇચ્છાથી રોહતપુર એક સતીની યાત્રા કરવા સકુટુંબ ગયા, પણ રસ્તામાં ચોરોએ તેમને લૂંટી લીધા. આ પ્રસંગને લક્ષીને ૫. બનારસીદાસજી લખે છે કે-સતી પાસે પુત્ર માગવા જતાં રસ્તામાં ઊલટા લૂંટાઈ ગયા; આવું પ્રગટ દેખવા છતાં મૂર્ખ લોકો સમજતા નથી, અને વ્યર્થ દેવ-દેવીની માનતા કરે છે. ખરગસેનજી ફરીને પાછા સં. ૧૬૪૩ માં પુત્રલાભની ઇચ્છાથી સતીની યાત્રા કરવા ગયા. ત્યાંથી આવ્યા બાદ થોડા વખતે તેમને પુત્ર થયો. એનું નામ વિક્રમ. આ વિક્રમ એ જ આપણા ૫. બનારસીદાસજી. (સં. ૧૬૪૩ ના માહ સુદ અગિયારસ ને રવિવારે તેમનો જન્મ થયો. ) બાલક વિક્રમ જ્યારે છ મહિનાનો થયો ત્યારે ખરગસેનજી સકુટુંબ પાર્શ્વનાથ પ્રભુની યાત્રાએ કાશી ગયા. ભાવપૂર્વક પૂજન કરીને બાળક વિક્રમને પ્રભુચરણમાં નમસ્કાર કરાવ્યા ત્યારે પૂજારીએ કપટથી કહ્યું કે પાર્શ્વપ્રભુનો ભક્ત યક્ષ મને ધ્યાનમાં આવીને કહી ગયો છે કે પાર્થપ્રભુની આ જન્મનગરીનું જે નામ છે (વનારસ) તે જ નામ આ બાળકનું રાખવું, તેથી તે ચિરજીવી થશે. આ ઉપરથી કુટુંબીજનોએ એ બાળકનું નામ વનારસીવારત રાખ્યું. પાંચમા વર્ષે તેને સંગ્રહણી રોગ થયેલો, જેમતેમ કરીને તે શાંત થયો ત્યાં શીતળાએ ઘેરો ઘાલ્યો, આ રીતે એક વર્ષ સુધી બાળકે અતીવ કષ્ટ ભોગવ્યું. સાત વર્ષની વયે શાળામાં પાંડ રૂપચંદજી પાસે તેમણે વિદ્યાભ્યાસ શરૂ કર્યો. અને બેત્રણ વર્ષમાં કુશળ થઈ ગયા. લગભગ ચારસો વર્ષ પહેલાંના જે સમયનો આ ઇતિહાસ છે તે સમયે દેશમાં મુસલમાનોનું રાજ્ય હતું ને બાલવિવાહનો ઘણો પ્રચાર હતો: ૯ વર્ષની વયે ખેરાબાદના કલ્યાણમલજી શેઠની કન્યા સાથે બાલક બનારસીદાસની સગાઈ થઈ, અને ૧૧ વર્ષની વયે (સં. ૧૬૫૪ ના માહ સુદ ૧૨) વિવાહ થઈ ગયા. જે દિવસે નવવધુ ઘરમાં આવી તે જ દિવસે ખરગસેનને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, તથા તે જ દિવસે તેની વૃદ્ધ નાની મરણ પામી. એક જ દિવસે એક જ ઘરમાં ત્રણ પ્રસંગ બનતાં પંડિતજી લખે છે યહ સંસાર વિડંબના દેખ પ્રગટ દુઃખ ખેદ, ચતુર ચિત્ત ત્યાગી ભયે, મૂઢ ન જાણે ભેદ. સોળ વર્ષની યુવાવસ્થામાં તેમને કોઢનો રોગ થયો, ને શરીર ગ્લાનિજનક બની ગયું તે રોગ માંડમાંડ મટયો. યુવાવસ્થામાં દુરાચારના સંસ્કારથી હજાર ચોપાઈ–દોહાની એક શૃંગારપોષક પોથી તેમણે બનાવેલી, પણ પાછળથી સદબુદ્ધિ થતાં એ પોથી પશ્ચાત્તાપપૂર્વક ગોમતી નદીમાં ફેંકી દીધી હતી. સં. ૧૯૬૦ માં ફરી પાછી તેમને મોટી બીમારી થયેલ, ૨૧ લાંધણ બાદ તેઓ નીરોગી થયા. સં. ૧૬૬૧ માં (૧૮ વર્ષની વયે) એક સંન્યાસી-બાવાએ બનારસીદાસજીને જાળમાં Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy