SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જેવા સર્વોપયોગી મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી. આ રીતે શ્રીમાન પંડિતજીએ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ વગેરે દ્વારા શુદ્ધ જૈનમાર્ગનો પ્રકાશ કર્યો, અને શિથિલાચાર પાખંડ તથા અસત્યમાર્ગનો નિષેધ કરીને જે મહાન ક્રાંતિ કરી, તે સહન નહિ થવાથી કેટલાક વિદ્વેષી-વિધર્મીઓએ પડ્યુંત્ર દ્વારા મોટો અત્યાચાર કરેલો, એટલું જ નહિ, પંડિતજી ઉપર ખોટા આક્ષેપ મૂકીને છળકપટદ્વારા રાજાને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા, જેના પરિણામે તેમને હાથીના પગ નીચે કચડાવીને મારી નાંખવામાં આવ્યા. (સં. ૧૮૨૪ ના કારતક સુદ ૭ એ તેમનો દેહાંતદિવસ ગણાય છે.) તે વખતે તેમની વય માત્ર ર૭ વર્ષની હતી. જૈનગગનનો એક ઝળકતો સીતારો પૂર્ણપણે ઝળકે ત્યારપહેલાં જ અસ્તગત થઈ ગયો. છતાં આટલા ટૂંક આયુમાં તેમણે જૈનસાહિત્યની મહત્વપૂર્ણ રચનાઓ દ્વારા શ્રુતદેવીમાતાની અને જૈનસમાજની ઘણી કિંમતી સેવા કરી છે. હાલમાં જયપુરમાં ગોદિકા-પરિવાર તરફથી “શ્રી ટોડરમલ્લજી સ્મારકભવન’ થઈ રહ્યું છે ને તે ભવન દ્વારા આધ્યાત્મિક સાહિત્યના પ્રચારનું ધ્યેય અપનાવવામાં આવ્યું છે, એ હર્ષની વાત છે. આવા અધ્યાત્મરસિક મહાન શ્રતીપાસક વિદ્વાન દ્વારા સાધર્મીઓ ઉપર લખાયેલી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપરનાં પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો આ પુસ્તકના પહેલા પ્રકરણમાં પ્રસિદ્ધ થયાં છે. બીજા પ્રકરણમાં “પરમાર્થ વચનિકા” ઉપરનાં પ્રવચનો છે અને ત્રીજા પ્રકરણમાં “ઉપાદાન-નિમિત્તથી ચિઠ્ઠી” ઉપરનાં પ્રવચનો છે. આ બંનેના લેખક છે-શ્રીમાન . બનારસીદાસજી. તેમણે પોતે જ “અદ્ધકથાનક” માં પોતાના જીવનવૃત્તાંતનું આલેખન કર્યું છે, હિન્દી ભાષાના કવિઓમાં “આત્મકથા' લખનારા તેઓ પહેલા જ ગણાય છે. તેમની લખેલી આત્મકથામાંથી જ તેમના જીવનનો સંક્ષિપ્ત પરિચય અહીં આપીએ છીએ. મધ્યભારતમાં રોહતપુર પાસે વિદોની ગામ છે, ત્યાં રાજપૂતોની વસ્તી છે. એકવાર બિહોલીમાં કોઈ જૈનમુનિ પધાર્યા, તેમના પવિત્ર ચારિત્રથી અને વિદ્વત્તાભરેલા ઉપદેશથી પ્રભાવિત થઈને ત્યાંના બધા રાજપૂતો જૈનધર્મી થઈ ગયા. અને પહિરી માલા મંત્રની પાયો કુલ શ્રીમાલ, થાપ્યો ગોત બિહોલિયા બીહોલી-૨ખપાલ. આ રીતે નમસ્કારમંત્રની માળા પહેરીને બિહોલિયા ગોત્રની જે સ્થાપના થઈ, તેમાં અનુક્રમે મૂલદાસજી થયા, તેઓ રાજયના મોદી હતા. સં. ૧૬૦૨ માં તેમને ખરગસેન નામનો પુત્ર થયો. સં. ૧૬૧૩ માં મૂલદાસજીનો દેહાંત થતાં મોગલ સરદારે તેમનું ઘર ખાલસા કર્યું; આથી તેમનાં વિધવા પત્ની પોતાના પુત્ર ખરગસેનને લઈને જોનપુર ગયાં, ત્યાં તેમનું પિયર હતું. સં. ૧૬ર૬ માં ખરગસેન આગ્રા આવીને વેપાર કરવા લાગ્યા ને તેમની પાસે સારું ધન એકઠું થયું. મેરઠનગરના સૂરદાસજીની કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. આ જ આપણા ચરિત્રનાયકના માતા-પિતા. ફરી તેઓ જોનપુર આવીને ઝવેરાતનો ધંધો કરવા લાગ્યા. સં. ૧૬૩૫ માં તેમને એક પુત્ર થયો, પણ તે માત્ર આઠદસ દિવસ જ જીવ શકયો. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy