SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તુ શુભ અનુષ્ઠાન કરે કરાવે નહીં, તે રોચક નામનું સમાપ્ત . શિક જેવાને હોય છે. અને જે અભવ્ય અથવા દૂરભવ્ય અંગારમક વિગેરેની જેમ પોતે મિથ્યાદષ્ટિ છતાં પણું ધર્મકથા કહેવાથી અથવા અતિશય દેખાડવાથી બીજાના હૃદયમાં સર્વ કહેલાં તોને દીપાવે-પ્રગટ કરે તે દીપક સમકિત કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે- જે આ દીપક સમકિત મિથ્યાદષ્ટિને હેય તો મિથ્યાષ્ટિને સમકિત કહેવાથી વિરોધ કેમ ન આવે? " આને ઉત્તર એ છે જે-આ દીપક બીજાઓને સમકિત પમાડવામાં કારણ થાય છે, માટે તેવા પ્રકારના મિથ્યાષ્ટિનો જે પરિણામ વિશેષ છે, તે પણ નામથી સમકિત કહેવાય છે.એમ જાણવું. એટલેકે કારણને વિષે કાને આરેપ કરવાથી દીપકને પણ સમકિત રૂપે કહ્યું છે. હવે સમકિતના ચાર ભેદોને કહે છે–પહેલું ઔપશમિક સમકિત તે આ પ્રમાણે છે. –પ્રથમ જીવ યથાપ્રવૃત્તિ કરણે કરીને આયુષ્ય કર્મ સિવાય બીજા સાત કર્મોની સ્થિતિ એક કોટાકેદી સાગરોપમમાં એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછી કરે. ત્યાર પછી ખગના પહારથી પણ ભેદી ન શકાય એવી રાગદ્વેષની ગ્રંથિને કઈક છવ અપૂર્વકરણ રૂપી ચક વડે છેદીને અનિવૃત્તિ નામના કરણમાં પ્રવેશ કરે છે. ત્યાં તે વિશેષ શુદ્ધિને પામવાથી સમયે સમયે અત્યંત કર્મોને ખપાવે છે. તેમાં ઉદયમાં આવેલા કર્મને અનુભવીને ખપાવે છે, અને ઉદયમાં નહીં આવેલા કમને ઉપશમાવે છે. તેથી તેનું નામ ઉપરામ કહેવાય છે. તેનું પ્રમાણ એક અંતમું જૂનું છે. તેને વિધેિ આ પ્રમાણે છે.-પ્રથમ સત્તાગત મિથ્યાત્વ મોહનક સ્થિતિના બે વિભાગ કરે છે, તેમાં પહેલી સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તેને માંથી કમીનાં દળીયાં લઈ લઈને સમયે સમયે એક અતર્મુહૂર્ત સુધી ઉદયગત સ્થિતિમાં નાંખે છે. અને વેદી લે છે, તેથી તેટલા કાળમાં (અંતમુહૂર્તમાં) પહેલી સ્થિતિમાં સર્વદળીયાં ખપી જાય છે. તેથી ૧ દીપક સમકિત કારણ છે અને બીજાને જે રોચકાદિ સમકિત થાય છે તેમ છે.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy