________________
=
=
બીજો ભાગ
૭૩
છે. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી પણ પ્રગટે છે અને અધિગમથી પણ પ્રગટે છે. મિથ્યાત્વ મેહનીય ક્ષપશમાદિ છે, એ જ સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ છે; પરંતુ મિથ્યાત્વ મેહનીયને પશમાદિ જે નિસર્ગથી થાય તે તે જુદી વાત છે, પણ મિથ્યાત્વ મેહનીયને ક્ષયે પશમાદિ એ પ્રયત્નસાધ્ય વસ્તુ પણ છે. જીવાદિ તત્વોના સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવવા પ્રયત્ન, એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. જેઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઈ છે, તેઓ પણ તત્વજ્ઞાન દ્વારા પિતાના સમ્યગ્દર્શન ગુણની નિર્મલતાને સાધી શકે છે. તત્ત્વના સ્વરૂપનું સાચું અને નિશ્ચયાત્મક જ્ઞાન, વિરતિના પરિણામોને પિદા કરવામાં પણ ઘણું સહાયક નિવડે છે. જ્ઞાનિને સમ્યફ ચારિત્રની પ્રાપ્તિ પણ સુલભ અને સમ્યફ ચારિત્રનું નિરતિચાર પાલન પણ સુલભ. આથી જ, આપણે ત્યાં એમ પણ કહ્યું છે કેvi ના તો ત્રણ દયાને પેદા કરવામાં અને દયાને પાળવામાં, તત્ત્વજ્ઞાન બહુ સહાયક નિવડે છે. આવું જાણવા છતાં પણ, આપણામાં તત્ત્વોના સ્વરૂપને જાણવાની ઈચ્છા કેટલી? તત્ત્વોના સ્વરૂપને જાણવાની તમે મહેનત કરેલી, પણ જ્ઞાનાવરણીય કર્મના દેશે જ તમે તત્ત્વજ્ઞાનને પામી શક્યા નથી, એવું તમે કહી શકે તેમ છે ? તમે વિચાર કરો કે તત્ત્વજ્ઞાનને મેળવવાની ઈચ્છા થયેલી ખરી કે ? એ ઈચ્છાને પાર પાડવાને માટે મહેનત કરવાનું મન થયેલું કે થાય છે ખરૂં? અવસરે, જેટલી સમજવાની શક્તિ છે, તેટલું સમજવાને માટે હૈયું ખૂલ્લું રહે છે કે નહિ? કે પછી, જે કરીએ છીએ તે બરાબર છે, એમ હૈયે રાખી મૂક્યું છે?