________________
ચાર ગતિનાં કારણે એાઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રામાં રહીને અભણ
આત્માઓ પણ તરી જાય :
આપણી વાત તે એ છે કે–જેટલા જૈન કહેવાતા હોય, એટલા સમકિતી જ હોય, એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાને મિથ્યાત્વ કાઢવું અને સમ્યક્ત્વ પ્રગટાવવું, એ બહુ સુલભ, એમ જરૂર કહી શકાય; પરન્તુ, એ ય જે અસદ્ આગ્રહમાં પડી જાય અગર તે તસ્વાતત્ત્વને જાણવાની દરકાર જ ન કરે, તે સમ્યકત્વ પામે ક્યાંથી? જેમ વ્યવહારમાં જેટલા વાણીઆ એટલા શાહ કહેવાય છે, પણ જેટલા શાહ કહેવાતા હોય તે બધા શાહુકારીને સાચવે જ-એમ મનાય નહિ. કેઈ શાહ વાંચીને ૫૦૦૦ ધીરે, તે ધીરેલી રકમ ગુમાવી બેસે, એમ પણ બને ને ? જેટલાને શેઠ લખાય, તેટલા શ્રેષ્ઠ જ હાય, એવું નથી ને? શેઠ તરીકે કોઈ તમારે ઘરે આવી ચઢે, તે તમે શું કરે? આદર-સત્કાર કરે, જમાડે, બેસાડે, પણ એ ૫૦૦૦ માગે તે શું કહે ? નામ-ઠામ વગેરે પૂછીને અને આને ધીરેલા જાય તેમ નથી–એવી ખાત્રી કરીને, પછી જ ધીરવા હોય તે ધીરે ને? તેમ, શ્રાવક-શ્રાવિકા વ્યવહા રથી ચુંથે-પાંચમે ગુણસ્થાનકે અને સાધુ-સાધ્વી વ્યવહારથી છઠે–સાતમે ગુણસ્થાનકે ગણાય, પણ હૈયામાં તે તે ગુણસ્થાનકના પરિણામ ન હોય અને મિથ્યાત્વ ઉદયમાં વર્તતું હોય, તે થે-પાંચમે અને છઠે-સાતમે ગણવા માત્રથી વળે શું? વ્યવહારથી તમે સમક્તિી ગણતા હે તે વાત જુદી છે, પણ આપણે તે આપણું અન્તઃકરણને તપાસવું પડશે ને કે-આપણમાં સમ્યકત્વ પ્રગટયું છે કે નહિ? આપણે આ વાતને