SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - બીજો ભાગ ૬૫ બાધિત કરે નહિ. “અમારા ઘરમાં, અમારા કુળમાં તે આમ જ મનાતું આવ્યું છે, માટે અમે જે માનીએ છીએ તે સાચું છે–એમ એ કહે નહિ. એ તે કહે કે-“અમે જે માનીએ છીએ તે બેઠું છે, એવું જે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આગમથી સિદ્ધ થતું હોય, તે અમારી માન્યતા ખેટી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કહ્યું છે તે સાચું ! પહેલે નિર્ણય જ એ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જે કાંઈ જીવાદિ તત્ત્વોનું, દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ કહ્યું છે, તે જ સાચું છે ! આ નિર્ણય થયે, એટલે અજાણપણું હોવા છતાં પણ, નિશ્રા આવી ગઈ. હવે, એમાં કઈ પ્રમાણિકપણે એવું સમજાવનાર મળે કે તમે તમારા કુલાચારથી આ પ્રમાણે ભગ વાને કહ્યું છે એમ માનતા આવ્યા છે, પણ શ્રી જિનાગમ તે એથી ઊલટું કહે છે તે, એ વખતે એ, એવું કહેનારની વાતને સાંભળે નહિ, એ બને નહિ; એવું કહેનારની વાતને સાંભળીને, એને સમજવાને પ્રયત્ન કર્યા વિના પણું એ રહે નહિ; અને જે પિતાની માન્યતા વિષેની ભૂલ સમજાઈ જાય, તે પિતાની એ ભૂલભરેલી માન્યતાને તજી દીધા વિના પણ એ રહે નહિ. પિતાની માન્યતાને કઈ ભૂલભરેલી, એટલે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવના આગમથી ઊલટી છે એમ કહે, તે એ બાબતમાં નિર્ણય કરવાને માટે, જ્યાં જ્યાં પૂછવા જેવું લાગે, ત્યાં ત્યાં એ પૂછે ખરે; બીજાઓ જે કાંઈ કહે, તેને વિચારે ખરે; પણ એની દૃષ્ટિ એ જ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવીએ જે કહ્યું હોય, તે જ સાચું છે અને એથી મારે તે જ માનવું છે! એને એના કુલાચારને કે કુલના ગે થયેલી માન્યતાને અસદુ આગ્રહ હોય જ નહિ.
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy