SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે ભાગ સમાધિને લૂટી જાય, તેા અમારૂં જીવન ધૂળ થઈ જાય; પણ અમે તે થવા દઈ એ નહિ !’ આપણને ખપ તો સમાધિને છે ને? કોઈ પૂછે કે-તમારે આ લેાકમાં શું જોઈએ છે ?, તા તમે શું કહેા ? પરલેાકમાં તમને શું જોઈએ છે ?-એમ જો કોઈ પૂછે, તો તમે શું કહેા ? ગમે તેમ કરીને પણ સુખ જ જોઈએ છે, એમ કહેા ને? ત્યારે, હૈયેધમ છે કે સંસારનુ સુખ છે ? સંસારનુ' સુખ તે પુણ્ય વિના મળે નહિ અને પાપના ઉચે દુ:ખ આવ્યા વિના રહે નહિ; પણ હૈયે ધમ હાય, તેા સુખ સુજીવે નહિ અને દુઃખ સતાવી શકે નહિ. તમારે તા · અહીં શું જોઈએ છે ? ’—એવું પૂછનારને ય ૮ ધમ જોઈ એ છે ’–એમ કહેવુ' જોઈ એ; અને પરલેાકમાં શું જોઈએ છે?'–એમ પૂછનારને ય - ધ જોઈએ છે ?એમ કહેવુ* જોઈએ; કારણ કે-એક ધમ જ એવા છે, કે જે સુખમાં ને દુઃખમાં અશાન્તિથી બચાવી શકે છે અને શાન્તિ આપી શકે છે. સ’સારમાં સુખ તે પુણ્યના ચાગ હાય તા જ મળે અને દુઃખ આવે તે તે દ્વારા પાપ જાય છે, એટલે જોઈ એ એક સમાધિ, એવુ નક્કી કરા. સુષ્મમાં પણ સમાધિ જોઈએ અને દુઃખમાં પણુ સમાધિ જોઈ એ—એવુ નક્કી કરા, એટલે ધર્મ જ જોઈએ છે, એ વાત આવી જવા પામે. હાલ ધર્મ કેટલા થાય છે, એ વાત નાખી છે. હાલમાં ધમ થઈ શકતા ન હેાય, એમ પણ અને. પરન્તુ, તમારા દિલમાં એ જ એક વાત હાવી જોઈ એકે-જો શકય હોય તા, જોઈએ છે એક માત્ર ધમ જ! ધર્મને પામેલા પુણ્યાત્માઓનું લક્ષ્ય એ હાય કે—આ લાકમાં સમાધિ મળે, પરલેાકમાં ધમની સામગ્રી મળે અને પરિણામે મુક્તિ મળે. ૩ 33
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy