SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ . ચાર ગતિનાં કારણે - એમને હૈયે ધર્મ ન હત, તે એ પિતાના મૃત્યુને બગાડત, એમ લાગે છે ને? કાવતરું કરીને ઝેર ઉતારનારી શુક્તિ પણ ગુમ કરી દીધી, એ જાણીને ગુસ્સો ન આવે? પણ, એ વખતે ગુસ્સો આવે તે તેમાં બગડે કેનું? શ્રી કુમારપાલે ગુસ્સો કર્યો હત, તે એમનું તે બગડત જ ને? પણ એમને હેયે ધમ હતો, એટલે એમણે ઝેર આપનારના સંબંધમાં બીજે કશે પણ વિચાર નહિ કરતાં, એક માત્ર પિતાના આત્માના જ હિતને વિચાર કર્યો. આ લોકમાં ને પરલોકમાં શું જોઈએ છે? આપણે પણ આત્માના હિતને વિચાર કરીએ, તે સદા સાવચેત રહી શકીએ ને? સંસારમાં તે ઉકાપાત પણ હોય. મનને લોભ પમાડે એવા સંયોગો સંસારમાં આવે, એમાં તે નવાઈજ નહિ. હમણાં હમણાંમાં તે વળી ઘણા વિચિત્ર સંગે ઉપસ્થિત થતા જાય છે. આજની રાજ્યપદ્ધતિના કારણે પણ કેટલાકની મુશ્કેલીઓ વધી છે. યુદ્ધની વાત સંભળાયા જ કરે છે. હજુ તે આથી પણ વધુ કપરા સંગે આવવાની સંભાવના છે. ગમે તેવા કપરા કાળમાં પણ, હૈયે જે ધર્મ હોય, તે સુખે જીવી શકાય. ગમે તેવા સવેગે. આવે, પણ આત્માના હિતના વિચારને ભૂલવો નથી, એવું જે નક્કી કરી લે અને એ મુજબ વર્તવાને માટે પ્રયત્નશીલ બને, તે તમે કહી શકો કે-આ સંગે પણ અમારી સમાધિને લૂટી શકે તેમ નથી. અમે અમારા જીવનને એવું કેળવ્યું છે કે-અમે પ્રતિકૂળ સંયોગોમાં પણ સુખે જીવી શકીએ ! પ્રતિકૂળ સંયોગો અગર અનુકૂળ સંગે જે અમારી.
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy