________________
ર૭
બીજો ભાગ સદ્ગતિમાં કે દુર્ગતિમાં જાય છે ને? માનસિક, વાચિક ને કાયિક-એ ત્રણે પ્રકારને અથવા તે એમાંના કેઈ પણ પ્રકારને ઉદ્યમ કર્યા વિના જ કાંઈ થઈ જાય, એવું બને છે? મા સધાય ઉદ્યમથી, સદ્ગતિ મળે પણ ઉદ્યમથી અને દુર્ગતિમાં જવાયા છે તે પણ પિતાના ઉદ્યમથી જ ને ? તમે ને અમે, કાંઈક ને કાંઈક તે ઉદ્યમ કરીએ જ છીએ. તમારે ઉદ્યમ તે ચાલુ છે ને? ઉદ્યમ તે ચાલુ છે જે, પણ કેવું ફળ આપે એ ઉદ્યમ ચાલુ છે–એ જ મહત્ત્વને વિચાર છે. આપણું દુઃખના નાશની અને કેવળ સુખને જ ભગવ્યા કરવાની ઈચ્છા સફલા નિવડે, એ જ ઉદ્યમ ચાલુ છે ને ? આપણી ચેજના એ છે કે-મોક્ષે જવાની અહીં આપણે તૈયારી કરી લેવી છે. મોક્ષ જેટલે વહેલો મળે તેટલું સારૂં, એમ તે ખરું ને? તે આપણે અહીંથી પ્રયત્ન શરુ કરી દઈએ અને તે એવો પ્રયત્ન શરુ કરી દઈએ કે-આપણે હવે લાંબો કાળ સંસારમાં ભટકવું પડે નહિ. એમાં, સાથે સાથે બીજી તૈયારી એવી કરવી છે કેઅહીંથી ભૂલે ચૂકે પણ દુર્ગતિમાં સરકી જવાય નહિ. જે કે–મેલના હેતુથી મોક્ષમાર્ગને સેવ્યા કરનારને દુર્ગતિને ભય રાખવાને કારણ જ નથી. મોક્ષમાર્ગને સેવનાર જે ચૂકે નહિ. તે એને જ્યાં સુધી મોક્ષ મળે નહિ, ત્યાં સુધી એની ગતિ તે થાય જ નહિ. એકલ મોક્ષમાર્ગની સેવામાં જ જીવનને તમે જ દે, એ કાંઈ આજે ને આજે શક્ય છે? નથી, તે પણ દુગતિમાં જવું નથી, એ તે ચેકસ જ છે ને ? સંસારને સ્વભાવ સરકાવવાનું છે. તેમાં જે દુર્ગતિમાં સરકાઈ જવાયું, તે કદાચ અનન્ત કાળ સુધી પણ આપણને ધર્મની પ્રાપ્તિ થાય નહિ, એ શક્ય છે. જે દુર્ગતિમાં સરકી ગયા,