________________
૨૨
ચાર ગતિનાં કારણો
જૂદાં હોય, તેા જ એવું મને ને ? એ ઉપરથી આપણે હમણાં ચાર ગતિનાં કારણેાના વિચાર કરવા માંડવો છે. તમે ધારા તેા દુર્ગતિથી બચી શકે। અને સદ્ગતિને પામી શકે અને પરપરાએ મેાક્ષને પણ પામી શકા, એ માટે જ આપણે આ બધું વિચારી રહ્યા છીએ.
ભાદરવાની અંધારી રાતે વીજળીના અમુકે ઢારા પરાવનારના જેવી સાવધગીરી જોઇએ
અહી' જો 'મેશને માટે રહી શકાય તેમ હાય, તે અહીં આપણને જે કાંઇ મળ્યુ' છે તેટલામાં પણ રહી જવાનુ મન થાય એવું છે ને ? કારણ કે-અહી સસારની બીજી ઘણી જગ્યાએના કરતાં તેા ઠીક છે. શરીર સામાન્ય રીતિએ સારૂ' છે અને સુખનાં સાધનો પણ કાઢી નાખવા જેવાં નથી, એમ ખરૂં ને ? આપણે એટલી કાળજી રાખીએ કેશરીર અગડે નહિ, પોલીસ પકડે નહિ અને કેાઈ છંછેડે નહિ, તા સુખ છે ને ? પણ આપણને તે ખાત્રી છે કે—મર્યા વગર છૂટકો નથી. અહીં, મરવાનું એ ય નક્કી અને બીજે જવાનુ એ ય નક્કી. આપણે આત્મવાદી છીએ, માટે માનીએ છીએ કે-મરીને ઉત્પન્ન થવાનું પણ છે! આપણે જ જવાના તે આપણે જ ઉત્પન્ન થવાના. આપણે ધમી છીએ, એટલે આપણને એ વાતની પણ ખાત્રી છે કે આપણે અહી'થી મરીને કાં તા દેવગતિમાં ઉત્પન્ન થવાના અને કાં તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થવાના, પણ આપણે નરકગતિમાં કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થવાના નહિ જ! આવી ખાત્રી કેણુ રાખી શકે ? જે સદા સાવધ રહે તે, કેમ કે-આયુષ્યના બંધ કયા