________________
બીજો ભાગ જવું પડશે, એને વિચાર તે આપણને આવે ને ? તમે અહીંથી મરીને ક્યાં જવાના?
સ૦ જ્યાં જવાય ત્યાં ખરું.
આમ જવું પડે, એ આપણને ગમે ખરૂં? આપણે ઘણું પુણ્ય કરીને મનુષ્યજન્મને મેળવી શક્યા છીએ, કેમ કે-જ્ઞાનિઓ કહે છે કે–મહા પુણ્યના ઉદય વિના જીવને મનુષ્ય ભવ મળતું નથી અને “જ્ઞાનિઓની બધી જ વાત સાચી છે” –એમ આપણે માનીએ છીએ. અહીં તે આપણને ફાવટેય ઠીક ઠીક આવી ગઈ છે ને ? તમે અહીં જે રીતિએ વતે છે, તેમાં તમને લાગે છે કે મારે આને છોડીને જવાનું છે, એને તમને ખ્યાલ છે? ભાડાના ઘરને માણસ સાચવે કે નહિ? સાચવે, કેમ કે–એને એમાં રહેવું છે, પણ કેટલું સાચવે ? પોતે જ્યાં સુધી રહે ત્યાં સુધી નભી શકે, એટલા પૂરતું અને એવી રીતિએ જ એ સાચવે ને? એમ સાચવે, તે ય એના મનમાં શું હોય ? આમાં બહુ પૈસા ઘલાય નહિ, કેમ કે-આ ઘર આપણું નથી. ક્યારે આ ઘરને ખાલી કરવું પડે, એને પત્તો નથી. ભાડાના ઘરમાં રહેનારને, મનમાં એમ તે થાય ને કે-“મારે મારું ઘર હોય તે સારૂં! મારું ઘર હોય તો ખાલી કરવાની ચિન્તા તે નહિ ને?” ભાડવાત પણ સ્થિરતાથી રહી શકાય એવી જગ્યાને ઈચ્છે છે ને? તે આપણે
જ્યાં સ્થિરતાથી રહી શકાય, એવા સ્થાનને ઈચ્છીએ ને? સંસારમાં કઈ એવું સ્થાન છે ખરૂં ? અહીં તમને ભલે ને થોડીક તકલીફ વેઠવી પડતી હોય, પરંતુ જે અહીં કાયમ રહેવાનું હોય, તે તે ગમે ને? મનને નિરાંત વળે ને? સંસારમાં જો આટલું પણ સુખ કાયમની સ્થિરતાવાળું હેત, તે કદાચ