________________
બીજો ભાગ
૨૨૭
આત્માઓ એ અનન્તા સુખમાં જ વિલમ્યા કરવાના છે. એમના સુખને, કદી અન્ત જ આવવાને નથી. એ આત્માઓ જ્યારે સંસારમાં પરિભ્રમણ કરતા હતા, ત્યારે એ આત્માઓને મનુષ્યભવ આદિ સામગ્રીને તથા સદ્ગુરૂના ઉપદેશના શ્રવણ આદિનો યોગ પણ અનેકાનેક વાર, કદાચ અનંતી વાર પણ થયે હશે; પણ જ્યાં સુધી એમને સદ્ગુરૂને ઉપદેશ રૂચેલે નહિ, ત્યાં સુધી તે એ આત્માઓને થયેલે એ વેગ પણ નિષ્ફલ જ નીવડે. જ્યારે એ આત્માઓને સદ્ગુરૂને ઉપદેશ રૂએ અને એ પછી પણ જ્યારે એ આત્માઓએ કરવા યોગ્ય પુરૂષાર્થ સારી રીતિએ કર્યો, ત્યારે જ એ પુરૂષાર્થના પરમ પરિણામ તરીકે, એ આત્માઓ સિદ્ધાવસ્થાને પામ્યા. મળેલ સુગ સફળ કેમ બને?
આપણને, આ વાત સાંભળવાનું અને જાણવાને વેગ મળે છે, તે આપણે માટે પુણ્યદય છે. સદૂગુરૂઓને જે સદુપદેશ એ આત્માઓને સાંભળવાને મળ્યું હતું, તે જ સદુપદેશને સાંભળવાને સુગ આપણને આપણા પુણ્યદયે મળે છે; એટલે, હવે તે આપણે એ વિચાર કરવાનું રહે છે કે-આપણને આપણું પુણ્યદયના પ્રતાપે જે સુયોગ મળી જવા પામ્યું છે, તે સુગને આપણે સફળ કેમ બનાવવું? આપણને મળેલા સુયોગના પ્રતાપે, આપણને જે લાભ થશે જોઈએ, તે લાભ આપણને થાય ક્યારે? આ વાતને સાંભનીને અને જાણીને આપણું આત્મામાં જે પરિવર્તન આવવું જોઈએ, તે પરિવર્તન જો આપણે આપણા આત્મામાં લાવી શકીએ, તે જ આપણને આપણું પુણ્યદયે જે સુયોગ મળે