SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ ૨૧૦ ડાય, એ જાણેા છે ? જેના હૈયામાં પાપના રસ હાય, તેને જ આવા વિચારકે વેઢીયા લાગે. ચારી કરવાને માટે નીકળવા છતાં ય, એનું હૈયું કેવુ છે—એ જોવા જેવું છે. વિવેકસ પન્ન આત્માએ પણ, સંજોગવશાત્ પાપાચરણને આચર-એ સંભવિત છે; પરન્તુ એ આત્માઓનું હૈયું પાપાચરણને આચરતાં પૂર્વે, પાપાચરણને આચરતી વેળાએ અને પાપાચરણને આચર્યાં પછીથી પણ, પાપથી વિરક્ત ભાવવાળું હાય છે. વિવેકી જ તે કહેવાય, કે જેને પાપને આચરવુ પડે ને એ પાપને આચરે, તે ય પાપને આચરતાં પૂર્વે, પાપને આચરતી વેળાએ કે પાપને આચર્યાં પછીથી પણ, પાપના રસને અનુભવે નહિ ! અને, જેને આ ઠીક નહિ ' ‘ન થાય તા સારૂ ’–એવું એવું થયા જ કરે ! સમ્યગ્દર્શન ગુણુને પામેલા પુણ્યવાના, સ'સારને ન જ સેવે-એમ નહિ; લાગાભાગોને ન જ ભાગવે—એમ નહિ; પાપકરણીઓને કરે જ નહિ–એમ નહિ; પરન્તુ, એમાં એને કદી પણ ઉપાદેયપણાના રસને અનુભવ થાય જ નહિ. હવે પેલા પડિત, ફરતા ફરતા એક આલીશાન મકાનની પાસે આવી પહોંચ્યા. મકાનને જોતાં જ લાગે કે-આ કાઈ મોટા શ્રીમંત માણુસનુ મકાન છે. પડિતે એ મકાનમાં પેસીને ચારી કરવાના નિણુય કર્યાં. એ માટે તે, છૂપી રીતિએ મકાનની પાસે જઈને, મકાનમાં પેસવાના માર્ગ શોધવા લાગ્યા. એણે જોયુ કે-એક કમરામાં દીવા સળગે છે, એટલે તે અંદરની હીલચાલને જાણવાને માટે લપાઈ ને ઉભો રહ્યો. ત્યાં એક ખાઈ ખાલી કે-હવે કયાં સુધી ઉજાગરો કરવા છે? મધરાત પણ વીતવા આવી.’
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy