SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ બીજો ભાગ તા, હારેલાને પેાતાની હાર ફરજીયાત કબૂલ રાખવી જ પડે –એ દૃષ્ટિને પણ લક્ષ્યમાં રાખીને, મધ્યસ્થના સ્વીકાર કરવા –કરાવવા પડે. રાજાએની પાસે નિર્ણય કરાવવાને માટે જવામાં, એ લક્ષ્ય પણ હાય. દુરાગ્રહને એમ ને એમ સમજાવી શકાય, એ પ્રાયઃ શકય જ નથી. મૂળ વાત તેા એ છે કેજ્યાં સુધી ખની શકે ત્યાં સુધી તો, એવા દુરાગ્રહિની સાથે વાદમાં ઉતરવું જ નહિ જોઈએ; અને જો એવાની સાથે વાદમાં ઉતર્યા વિના છૂટકે થાય તેમ ન હાય-વાદ કરવાની ના પાડવાથી શાસનને હાનિ થવા જેવુ લાગતું હાય, તા એવાની સાથે એવા નિર્ણાયકની રૂબરૂમાં વાદમાં ઉતરવું, કે જેના નિર્ણયને માન્યા વિના એને ચાલે નહિ. સ૦ છ્તાં ન માને તે!? એ તે નિરૂપાય દશા થઈ આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ જ્યારે પૂછ્યું કે-‘અહીં ચતુરંગી સભા નથી, એટલે એ વિના જય-પરાજયને કેમ જાણી શકાશે ?'—ત્યારે સિદ્ધસેન કહે છે કે આ ગોવાળીયાએ જ આપણા વાદના સાક્ષિએ અને ' એટલે કે આપણે એ, આ ગેાવાળીયા સમક્ષ વાદ કરીએ અને આપણે જે કાંઈ ખાલીએ તેને સાંભળી લઈને, તે ઉપરથી આ ગોવાળીયાએ આપણા જય અને પરાજયને જે કાંઈ નિય આપે, તે આપણે બન્નેએ કબૂલ રાખવા.' છે. ર આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાને આ ઠીક તેા લાગ્યું નહિ, પણ સિદ્ધસેનની વાદ કરવાની • પ્રખળ ઈચ્છાને જોઈ ને, તેમ જ વાદ કરવામાં અહી. પણ વાંધે આવે એમ નથી–એવું લાગવાથી, તેઓશ્રીએ કહ્યું કે જો C ૧૦ "
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy