SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ચાર ગતિનાં કારણે તે જ આપણે કહી શકીએ કે-અમને આ પાંચ પરમેષ્ઠિ પ્રત્યે બહુમાન છે. હુયે સંસારનું એટલે કે સંસારના સુખનું બહુમાન હોય અને એ સુખ આ પાંચની સેવાથી મળશેએમ લાગ્યું હોય, તા તેથી પણ ભક્તિ આદિ થાય એ ખને; પણે એમાં વસ્તુતઃ પાંચ પરમેષ્ટિએ પ્રત્યે બહુમાન નથી, પણ સંસાર પ્રત્યે જ બહુમાન છે. સંસારના સુખને રાગ ખટકથા વિના શ્રી વીતરાગના શણને પામી શકાય નહિ : શ્રી વીતરાગ ાત્રમાં, શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં, પરમ ઉપકારી–કલિકાલસર્વજ્ઞ-આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, એ વાતને સ્પષ્ટ કરી છે કે–જેને પેાતાની શરણરહિત અવસ્થાનું ભાન થાય, તેને જ શરણું માગવાનું મન થાય. શ્રી વીતરાગના શરણને માટે એ શરતે અંગીકૃત કરવી જોઇએ; પણ શ્રી વીતરાગના શરણને સ્વીકારવાનું મન કચારે થાય ? હું શરણુરહિત છું, એમ લાગે ત્યારે ને ? આ સંસારમાં આપણે! આત્મા શરણરહિત છે, એનું આપણને ભાન થવું જોઇએ ને ? આપણને લાગે છે કે-આપણે શરણરહિત છીએ અને શરણરહિત છીએ માટે આપણે માથે ભય તાળાઈ રહ્યા છે ? સંસારના આપણને ભય છે ? સંસારના ભય ન હોય, તેા આપણને આ સંસારમાં શરણની જરૂર છે—એમ લાગે શાનું? અને શરણની જરૂર લાગ્યા વિના, આપણે શ્રી વીતરાગના શરણને સ્વીકારીએ શાના? સંસારથી ભયભીત બન્યા વિના, શ્રી વીતરાગના શરણને સાચા ભાવે સ્વીકારી શકાય જ નહિ. જેને ભય લાગે અને એથી જે શરણની
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy