SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ E ૩૧૦ ચાર ગતિનાં કારણો શકાય તેમ ન હોય, તે કારણેને પણ રસથી સેવવાં નહિ. “ક્યારે આનાથી છૂટાય?” એ વિચાર કર્યા કરે. એ કારણેને સેવવાં પડે, એટલે વિચારવું કે-“હું કેટલું બધું મૂર્તો છું? મારે દુઃખ ને દુર્ગતિ નથી જોઈતાં અને હું જે કારણોને એવું છું, તે દુઃખને અને દુર્ગતિને આપનારાં છે; પછી, આનાથી મારી શી સ્થિતિ થશે? આ વિચારના યોગે, એ કારણને સેવાશે તે ય, હૈયું કમકમ્યા કરશે. વિષયસુખને રસ અને કષાયમાં આનન્દ અનુભવવાની કુટેવ, એ એટલી બધી ભયંકર વસ્તુઓ છે કે-આપણને સારામાં સારી સામગ્રી મળી હોય, તો ય આપણે એ સામગ્રીને જે લાભ ઉઠાવ જોઈએ; તે લાભને ઉઠાવી શકીએ નહિ; એટલું જ નહિ, પણ એ સામગ્રીની કદાચ ઉપેક્ષા ય સેવાય અને અવગણના ય થાય. ફક્ત દુઃખથી ડરે અને દુઃખથી ડરતા હો એટલે ફક્ત દુર્ગતિથી ડરે, પણ એ ડરને શું અર્થ છે? એનાં કારણેથી બચવું જોઈએ ને? અને, એ કારણથી બચવાને માટે, છેવટ કાંઈ નહિ તો, એ કારણોને સેવવામાં રસ ન આવી જાય, એટલી તકેદારી તે રાખવી જ જોઈએ ને? નિરનુગ્રહતા, એ ય નરનું કારણ નરકના આયુષ્યને આશ્રવ થવાનાં કારણોમાં ચોથું કારણ નિરનુગ્રહતા છે. નિરનુગ્રહતા એટલે અનુગ્રહથી રહિતપણું. પિતાના ઉપર અગર તે કેઈના ય ઉપર ઉપકાર કરવાની વૃત્તિને અભાવ, એ નિરનુગ્રહતા છે. જેનામાં નિરનુગ્રહતા હોય, તેને કેઈનું પણ ભલું કરવાનું મન થાય જ નહિ. દયાહીનતા, નિષ્ફરતા વગેરે દોષો નિરનુગ્રહતાના ઘરના જ છે.
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy