SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૧૬ તે આપણે અત્યાર સુધીમાં કેટલીક વાર જમ્યા? અનંતી વાર. બીજા ભવાની વાત બાજુએ રાખીએ, પણ આ મનુષ્યભવમાં ય આપણે કદાચ અનંતી વાર જમ્યા હશું ને? એ બધા જન્મો, વખાણને પાત્ર કેમ બન્યા નહિ? જ્ઞાનિઓએ બધા જન્મોને કેમ વખાણ્યા નહિ? જે જન્મ મુક્તિ આપનાર બને અથવા મુક્તિની સાધનામાં આવશ્યક આચરણ સારી રીતિએ કરાવે, એ જ જન્મ વખાણવાને એગ્ય છે. કોઈ પણ જન્મ, જન્મ તરીકે વખાણને પાત્ર નથી. મુક્તિના હેતુથી જ જન્મ વખાણને પાત્ર બને છે. આપણા કાળમાં પણ, કેટલા ય આ જન્મને પામ્યા છે ને? તે શું એ બધાને જન્મ પ્રશંસાને પાત્ર છે?ના. તે આપણે જન્મ પ્રશંસાને પાત્ર કેમ? શું હેય, તે આપણે જન્મ પ્રશંસાને પાત્ર બને કહેવાય? આ મનુષ્યભવમાં જમ્યા પછી, તમે શું શું કર્યું છે? જન્મીને જીવવાને માટે અને તે ય અનુકૂળતાથી જીવવાને માટે, તમે કેટકેટલાં પાપ કર્યો છે? આપણે કરેલાં પાપ, જ્ઞાનિઓ સિવાય ભલે બીજા કેઈ ન પણ જાણતા હોય, પરંતુ આપણે કેટલાં કેટલાં અને કેવાં કેવા પાપ કર્યો છે, તે આપણે પિતે તે જાણીએ છીએ ને ? જીવવા માટે આ જન્મમાં પાપે તે કરવાં પડયાં, પણ પાપ કરવાં પડ્યાં અને પાપ કરવાં પડે છે, તેનું તમારે હૈયે દુઃખ તે છે ને? એમ તે થાય છે ને કે જે મારે જમવાનું જ ન હોત, તો મારે આ બધાં પાપે કરવાં પડત નહિ? જ્યારે એ વખત આવી લાગે, કે જ્યારે હું જન્મથી જ મુક્ત બની જાઉં?” શાસ્ત્ર કહે છે કે-જન્મ એ દુઃખનું કારણ છે, એમ જેને ન લાગે, તેને મુક્તિને ખપ ન હોય? એવાને માત્ર જીવવાનું અને તે પણ પોતે માનેલી રીતિએ
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy