SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈથી વૃદ્ધિ પામે છે. કોઈથી ઓળખાય છે. કોઈ દૂષણરૂપ અતિચાર લાગે છે. તેની શુદ્ધિ કેવી રીતે થાય છે. તેને ઓળખવાનાં લક્ષણ કયાં? સમ્યગદર્શનના આધાર કયો? વગેરે વગેરે વાતો અલગ અલગ દ્વારથી સમજાવી છે. આ એક સમ્યગદર્શનને લગતી ઘણી વાતોનો સુંદર સંગ્રહ છે. જેમાંથી સમ્યગદર્શનની શુદ્ધિ માટે ૬૭ બોલમાંથી અમુકને જાણીને તેનું પાલન એટલે કે આચરણ કરવાનું કહ્યાં છે. અને જે ત્યાગ કરવા જેવા છે. તેનો ત્યાગ કરવાનું કહ્યાં છે. હવે તે ૧૨ દ્વારના ૬૭ બોલ આપણે ક્રમથી જોઈશું. (૧) સહણા ચાર-જેનાથી સમકિત પમાય છે અને ટકી રહે છે. • પરમન્થ સંથવોઃ પરમાર્થનો પરિચય કરવો સર્વજ્ઞ કથિત તત્ત્વોના ભાવો જાણવા. • સુદિઠ પરમન્થ સેવણાઃ પરમાર્થ જાણવાવાળા ગીતાર્થ ગુરુની સેવા કરવી. • વા વિ વાવન્નઃ સમકિતથી ભ્રષ્ટ થયેલા પાખંડીનો સંગ ન કરવો. • કુદંસણ વજ્જણાઃ પરતીર્થિનો પરિચય ન કરે અને અધર્મી પાખંડીઓની પ્રશંસા ન કરે. આ ચાર બોલમાંથી પ્રથમના બે બોલ આદરવા જેવા છે. અને પાછલા બે બોલ છોડવા જેવા છે. આ ચાર બોલ “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “આવશ્યક સૂત્રમાં બતાવ્યા છે. "परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि वावण्णकुदंसणवज्जणा इअ सम्मत्तसदहणा" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૮.૨૮ (પાનું ૧૪૯, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) (૨) લિંગ ત્રણ-જે સમ્યગદર્શનીના વ્યવહારથી આળખાય છે. (૧) શ્રુતાનુરાગઃ જેમ યુવાન પુરુષ રંગરાગમાં રાચે તેમ ભવ્યાત્મા સમકિતી જીવ જૈનઆગમ શાસ્ત્ર સાંભળવામાં પ્રીતિ રાખે. (૨) ધર્માનુરાગઃ જેમ ભૂખ્યો માણસ ખીરનું ભોજન કરવામાં રુચિ રાખે, તેમ સમકિતી જીવ સમકિત ૧૮૫
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy