________________
૧૪
રાજહૃદય ભાગ-૧૪ મુમુક્ષુ - બાર ભાવનાનો સાર આવી ગયો. પૂજ્ય ભાઈશ્રી:-બારે બાર ભાવનાનો સાર લઈ લીધો છે. મુમુક્ષુ – આ આઠ લીટી ફરી લ્યો.
પૂજ્ય ભાઈશ્રી – બહુ સરસ વિષય લીધો છે. નીચેનો એક પ્રેરણાનો વિષય છે એ લઈ લઈએ પછી લઈશું. નહિતર કાલે ફરીને લઈશું.
“આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં.” શું કહે છે કે, સંસારમાં કોઈ પૂર્વકર્મના ઉદયે જ્યારે જીવને અનુકૂળતાઓ અથવા જેને લોકો એમ કહે કે ભાઈ બહુ પ્રગતિ કરે છે. મહેનત પણ એની એટલી જ છે, બુદ્ધિ પણ એની એટલી જ છે અને અત્યારે એને આવક પણ એટલી જ છે. ઘણી બધી સરખાય છે, એમ કહે. એનો અર્થ શું કહે? સરખાય બહુ છે. એવી સરખાયમાં પડ્યા હોય એને તો બીજું કાંઈ સાંભરે એવું જ નથી. એવી દોડ મૂકે. એવી દોડ મૂકે. દોડ્યો જ જાય.. દોડ્યો જ જાય. પાછું વાળીને જોવે નહિ પણ એને કોક ઊભો રાખે છે. સંસારમાં પણ એને કોક ઊભો રાખે છે. એવો કોઈ પ્રસંગ હોય તો આ મૃત્યુનો પ્રસંગ છે એમ કહેવું છે. એમાં દોડતા દોડતા... દોડતા... એને કોક ઊભો રાખે છે. કે જો આનું આમ થઈ ગયું. એટલે એને લાલબત્તી થાય. એને એમ થયું પણ તારું ? આ દોડે છે પણ તારું શું ? આમ એને કો'ક ખેંચે છે. એ ખેંચનાર આ મૃત્યુનો પ્રસંગ છે. આ જીવને દેહસંબંધ હોયને, દેહનો સંબંધ જો શાશ્વત હોત તો જીવે શું શું કર્યું હોત એ કહેવું મુશ્કેલ છે.
આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં.” એનો અભિપ્રાય એટલો હોત કે પેટ ભરીને અથવા Unlimited એને કરવું છે. જે કાંઈ કરવું છે તેમાં એની કોઈ મર્યાદા નથી. મર્યાદા છોડીને, મર્યાદાનો ત્યાગ કરીને એ બીજે વૃત્તિ જોડત જ નહિ. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે.....” આ મૃત્યુના ભયે પરમાર્થરૂપ એવું જે બીજું સ્થાન છે ત્યાં જીવની વૃત્તિ જોડાય છે કે આ બધું સંસારનું હું ગમે તેટલું સાજું કરું. પણ મારે બધું કામમાં આવવાનું. બધુ શું અધૂરું પણ કામમાં આવવાનું નથી. અડધુ પણ કામમાં નહિ આવે. પચાસ ટકા પણ નહિ ભોગવી શકે. આવી લગભગ સ્થિતિ જોવામાં