SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૭૦૨ ૧૯૧ ભ્રમણામાં રહી જાય છે એ વાતની પણ ચોખવટ કરી છે અને એ તપાસવાની પ્રેરણા કરી છે કે આત્મકલ્યાણ થાય છે કે નહિ? નિજપદની પ્રાપ્તિ થાય છે કે નથી થતી ? કે એમનેમ આપણે ક્રિયા કર્યે જ જઈએ છીએ ? પછી જે સંપ્રદાયમાં, જે ટોળામાં જે ક્રિયા હોય તે. ક જાવ આપણે. એ રીતે અનેકાંતને મુલવવાનું નથી. ભક્તિ પણ કરવી જોઈએ, પૂજા પણ કરવી જોઈએ, દાન પણ દેવું જોઈએ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પણ કરવો જોઈએ. બધું રાખવું જોઈએ. કેમકે અનેકાંતિક માર્ગ છે. કરવું. જોઈએ.. કરવું જોઈએ. (એમ કહે છે, પણ તને નિજપદની પ્રાપ્તિ થાય છે કે નથી થાતી એનું શું ? એનો વિચાર છે કે નહિ? નહિતર તો એ બધી બાહ્યક્રિયા સિવાય બીજું કાંઈ નથી. અને અનેકાંતના નામે જીવ છેતરાય જાય છે. અને એમને એમ મનુષ્પઆયુ જેવું મનુષ્યઆયુ પૂરું થઈ જાય છે. અહીં સુધી રાખીએ.. સ્વરૂપ મહિમા આવવામાં, સૌ પ્રથમ સ્વરૂપ અંગેનું જાણવું થાય છે, ત્યાં બહુભાગજીવો જાણકારી વધારવામાં લાગી જાય છે. પરંતુ તેથી આત્મ હિતરૂપ પ્રયોજન સધાતું નથી. સ્વરૂપ સમજાયા બાદ માત્ર વિકલ્પ નહિ કરતાં, ભાવભાસનની દિશામાં આગળ વધવા અર્થે પરમ સત્સંગ યોગે, દૃઢ મુમુક્ષતા પ્રાપ્ત થયે સતપુરુષની ઓળખાણ થવાથી, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞારુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ થાય છે, પછી અંતર અવલોકન દ્વારા સુલમ અને નિર્મળ શાન, જ્ઞાનવેદનના આધારે, સ્વ સામર્થ્યના અસ્તિત્વને ગ્રહણ કરે છે ત્યારે યથાર્થ મહિમા આવે છે, જેના ફળ સ્વરૂપે સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે. - આમ સ્વરૂપ મહિમાને જ્ઞાનના ક્ષયોપશમ સાથે કારણરૂપ સંબંધ નથી. - અલ્પ ક્ષયોપશમ વાળો જીવ પણ, પ્રયોજનને પકડી યથાર્થ પ્રકારે પ્રવર્તે તો અસ્તિત્વ ગ્રહણ પૂર્વક, ભેદજ્ઞાન સહિત ર43પ મહિનામાં આવી શકે છે. ન (અનુભવ સંજીવની ૧૭૪૮) ચાતા E ની ભH A
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy