SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૭૦૧ ૧૬૧ છે, મૃત્યુ થઈ જાય છે, આયુષ્ય પૂરું થઈ જાય છે. પણ ફરીને બીજા જીવોની ઉત્પત્તિ જલ્દી થતી નથી. કેટલાક કાળ સુધી. પછી પાછું તે પાણી સચેત થઈ શકે છે. એટલા માટે એટલા સમય સુધી વપરાય એટલું પાણી ગરમ કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિ ન સમજતા હોય તો ચોવીસ કલાકનું પાણી ગરમ કરી નાખે તો એ પદ્ધતિ બરાબર નથી. પાછુ એ પાણી સચેત થઈ જાય છે. એટલે દિગંબર સંપ્રદાયમાં તો એવું છે કે એવા ઉકાળેલા પાણીની અંદર અમુક પદાર્થ રાખે. જેમકે લવીંગની પોટલી કોઈ રાખે છે. પાણી અચેત ન થાય એટલે એવું બધું રાખે છે. અથવા તો ફરીને પાછું એને ઉકાળી નાખે છે. અથવા બહુ ઝાઝું ન ઉકાળે. થોડું થોડું ઉકાળીને ઠારે. એમ પણ કરે છે. પણ એ પદ્ધતિ છે. અહીંયાં તો એટલો પ્રશ્ન એ છે કે એનો નાશ કઈ રીતે થાય ? અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપ્રકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. એવા કોઈ પાણીને સ્પર્શે એવા બીજા બળવાન શસ્ત્રો છે. દાખલા તરીકે પાણીના હોજ હોય છે. Swimming pool જેને કહે છે ને ? પાણીના હોજ. આ નદીમાં માણસો ન્હાય છે, તળાવમાં ન્હાય છે, કૂવામાં હોય છે, હોજમાં ન્હાય છે, સમુદ્રમાં ન્હાય છે. તો એમાં ઘણા જીવોની હિંસા થાય છે. એક ડોલ પાણી લઈને ન્હાય લેવું તો એટલા જ જીવોની હિંસા થાય. બે ડોલથી એટલાનું થાય, પાંચ ડોલથી ન્હાય તોપણ એટલાનું જ થાય. પણ હોજમાં ન્યાય, નદીમાં ન્હાય, સમુદ્રમાં ન્હાય, કૂવામાં હોય તો ઘણા જીવોની હિંસા થાય છે. અગ્નિ વગર પણ બીજા બળવાન શસ્ત્રઘાતથી (જીવ નાશ પામે છે. જેમ આ પાણીમાં ધુબકા મારે છે, તરે છે, પાણીને ડહોળે છે. તો એ બધા કારણે એકસાથે ઘણા જીવોની હિંસા થાય છે. એટલે એ રીતે ઘણા પાણીના સમૂહમાં ન્હાવાનો નિષેધ છે. આ અન્યમતિ લોકો સમુદ્ર સ્નાન, નદી સ્નાન એને પુણ્ય માને છે. ગંગા સ્નાન કર્યું, યમુના સ્નાન કર્યું, કાવેરીમાં સ્નાન કર્યું, નર્મદામાં સ્નાન કર્યું અને પુણ્ય માને છે. સમુદ્ર સ્નાનને પણ પુણ્ય માને છે. અમુક દિવસે સમુદ્ર સ્નાન પણ કરવા જાય છે. જૈનદર્શનમાં એ પદ્ધતિ નથી. પુણ્યની પદ્ધતિ નથી એને પાપના પરિણામ અને પાપબંધનું નિમિત્ત કહેવામાં આવે છે. આખી વાત જુદી જ છે. કેમ ? કે ત્યાં ઘણા અપકાયિક જીવોની હિંસા
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy