SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ રાજય ભાગ-૧૩ એને સમર્થ દૃષ્ટાંતથી અહીંયાં કહે છે કે, ચક્રવર્તીનું જે પદ છે એમાં પુણ્યનો ઉદય એટલો બધો હોય છે કે અત્યારે તો કોઈને જોવા પણ મળે નહિ. ઉત્કૃષ્ટ સંપત્તિ. મનુષ્યપર્યાયમાં કોઈને પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંપત્તિ હોય તો એ ચક્રવર્તીને હોય છે. ચક્રવર્તીનું પદ એ ઉત્કૃષ્ટ સંપત્તિનું ઠેકાણું છે તોપણ જે સમ્યગ્દષ્ટિ જ્ઞાની ચક્રવર્તી છે, એની અંદર બે ભેદ છે. કોઈ જ્ઞાની હોય, કોઈ જ્ઞાની ન પણ હોય. જો મિથ્યાત્વ અવસ્થામાં ચક્રવર્તીપદ હોય તો મમત્વનો રસ એટલો બધો તીવ્ર થાય કે એ જીવ મરીને સાતમી નારકીએ જાય. સામાન્યપણે પણ એવી લોકોક્તિ થઈ ગઈ છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી. રાજપાટ ભોગવવામાં એટલો બધો રસ હોય છે. કેમકે એની પાસે સંપત્તિ વધારે છે. એવા માઠા પરિણામ કરે છે, અશુભ પરિણામ તીવ્ર રસથી કરે છે. એના ફળમાં નકગતિમાં જાય છે, અધોગતિમાં જાય છે. પણ જે જ્ઞાની છે, ચક્રવર્તી હોવા છતાં પણ જે જ્ઞાની છે તેને પોતાની સંપત્તિ બાજુ ઉપયોગ જતાં મુખ્યપણે શું દેખાય છે ? કે આ તો ચાર દિવસની પણ ચાંદની નથી. એકદમ અનિત્યતા દેખાય છે. ૧૯૮ જ્યાં થોડો સમય રહેવું છે અને અચોક્કસ મુદ્દત સુધી રહેવું છે. સરકારી Ofcer ની બદલી થાય (એમ). સામાન્ય રીતે તો ત્રણ વર્ષે, પાંચ વર્ષે એને ફરવું જ પડે. એમ અહીંયાં ૫૦-૬૦ વટાવ્યા એટલે જાવું જ પડે. પણ નિયમ નથી. છ મહિનામાં પણ બદલી થાય અને છ દિવસમાં પણ બદલી થાય. ભલે ગમે તેવું સારું Quarter આપ્યું હોય, પણ અહીંયાં ઝાઝું રહેવાનું નથી એવા ભાન સાથે એ રહે છે. તેથી એમાં એને બહુ રસ પડતો નથી. પોતાનું ઘ૨ હોય, જાણે અહીંયાં કાયમ છાણા થાપીને રહેવું છે, અહીંથી હવે જાવું જ નથી, તો એને સુશોભિત ક૨વા માટે એટલો રસ લગાડે. એને સારામાં સારું દેખાવમાં, ચોખ્ખાઈમાં બધી રીતે. સારામાં સારી ગોઠવણીમાં એવું કરે કે ત્યાં એને રહેવું બહુ ગમે. રસથી રહેવું ગમે. જેને રસથી રહેવું ગમે એને ત્યાંથી નીકળવું કેમ ગમે ? ‘ગુરુદેવશ્રી’એ કોઈ મુમુક્ષુને ત્યાં પધરામણી કરી હશે. Furniture-બર્નિચર એવું સરસ Polish હશે, પોતે કહેતા હતા, એકે એક દાદરાનો કઠોડો Polish, ટીપાઈ Polish. બધું Polish-Polish લાદી Polish. બધું સારામા સારું. મને વિચાર આવ્યો કે.. જુઓ ! ‘ગુરુદેવ’ને કેવા પરિણામ છે ? કે આ બિચારાને અહીંથી નીકળવું કેવી રીતે ગમશે ? અહીં રહેવા તો દેવાના નથી. કાઢો-કાઢો તો થવાનું જ છે. હટ કાઢો... હટ કાઢો. આને કેવી રીતે નીકળવું ગમશે ? એ વખતે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy