SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પત્રાંક-૬૬૨ એવી જગ્યા જ નથી. અને નિરપેક્ષ નિરાલંબ તત્ત્વ હોવાથી આત્માને કોઈ ભય થવાનું કારણ નથી. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી. આવો જે નિર્ભયતાનો વિષય છે એમાં કોઈ કાળને વિષે શંકા પણ જીવને ન પડે. એવું નિઃશંકપણું, એવું નિર્ભયપણે એ નિઃસંગતાને ઉત્પન્ન કરી શકે છે. ૨૫૪નું આ મથાળું છે. જે ૨૫૪ પત્ર છે ને ? એનું એ મથાળું છે. “નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. નિઃસંગતા પ્રાપ્ત થાય. અસંગદશામાં કોણ રહી શકે? મુનિરાજ કેમ અસંગદશામાં રહી શકે છે ? કે નિઃશંક અને નિર્ભય છે માટે તે અસંગદશામાં રહી શકે છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.” પછી “શ્રીપાળ રાસનું એક પદ લખ્યું છે. યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજો, આતમરામ છે સાખી રે.’ અસંખ્ય પ્રકારના યોગ, પ્રયોગ કહ્યા છે. જેના ફળમાં રિદ્ધિ-સિદ્ધિ ઉત્પન્ન થાય છે. યોગના પ્રયોગથી ચમત્કાર મળે છે ને ? કહે છે કે પણ તારા “ઘટમાંહી રિદ્ધિ દાખી રે... તારા અંતરમાં જે આત્મા છે, અનંત ગુણનો વૈભવ જેમાં ભર્યો છે એ તારા આત્માની રિદ્ધિ-સિદ્ધિ તો તારામાં ભરી છે. બહારની પૌગલિક રિદ્ધિસિદ્ધિને કાંઈ લેવાદેવા નથી. એ તો કાંઈ છે નહિ. “નવપદ તેમ જ જાણજો,...” નવે નવ પદ છે, જે નમસ્કાર મંત્રથી માંડીને... એમાં પણ આત્માની જ વાત છે. અને અમારો આત્મા એનો સાક્ષી છે. એમાં પોતાનો આત્મા જ સાક્ષી છે. એટલે ક્યાંય યોગના, પ્રયોગના કોઈ બાહ્ય પ્રલોભનમાં આવવા જેવું નથી. આ રીતે ૬૬ ૨ (પત્ર) અહીંયાં પૂરો થાય છે.
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy