SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મળે છે. નાની ઉંમરથી જ “કૃપાળુદેવના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકજીવે આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે. ૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે ! એવા વચનોના, એ વચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાતુ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી', તભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન', ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય નિહાલચંદ્ર સોગાનીજી' તથા શાંતમૂર્તિ, રાજહૃદય” ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ ક્યાંક ક્યાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી જગ્યા રાખવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રીના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં કયાંક ભૂલ રહી ગઈ હોય તો એ પુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જbસ ઉપર મોકલવામાં આવે છે. સળંગ પ્રવચનો ‘ભાવનગર જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે ૫૦૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શ્રૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જપત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્ર લિપી ગુજરાતી કિરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે. ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનો ઉલ્લેખ અન્યત્ર આપવામાં આવેલ છે તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે પૂજા ઇમેશન્સનો આભાર માનવામાં આવે છે. રાજહૃદયના બધા ભાગો www.satshrut.org ઉપર ઉપલબ્ધ છે. અંતતઃ “રાજહૃદયમાંથી પ્રવાહિત આ અવિરત અમૃત સરવાણીને પીને પ્રત્યેક જીવ શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ. ટ્રસ્ટીગણ, જેઠ સુદ ૫, તા.૨-૬-૨૦૧૪ વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ (શ્રુતપંચમી) ભાવનગર
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy