SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલી સત્સમાગમની ભાવના સપુરુષની શોધમાં પરિણમિત થાય છે અને કુદરતના નિયમાનુસાર તે જીવને એ દિવ્યમૂર્તિની પ્રાપ્તિ થાય છે. તે વિરલ જીવ જ્ઞાનીપુરુષ દ્વારા ઉપદિષ્ટ બોધ અનુસાર પ્રયત્ન કરતાં તેને તે સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સંસારદુઃખથી પરિમુક્ત થાય છે. કૃપાળુદેવે પૂર્વભવોમાં આત્મહિતાર્થે અનેક અથાગ પ્રયત્ન કર્યા હતાં છતાં એ સૌ નિષ્ફળ ગયા હતા પરંતુ કોઈ એક ભવમાં સપુરુષનો યોગ થયા બાદ તેઓશ્રીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અનંત જન્મ-મરણનો અંત આવ્યો હતો. માટે “કૃપાળુદેવે વર્તમાનમાં સ્વયંને પ્રત્યક્ષ સત્પરુષનો યોગ થયો ન હોવા છતાં પત્રે પત્રે સત્સમાગમનો મહિમા નિષ્કારણ કરુણાથી માત્ર મુમુક્ષજીવના કલ્યાણ અર્થે ગાયો છે. કપાળુદેવના પરિચયમાં જે કોઈ સપાત્ર જીવો આવેલા તેમને તે વખતની તેમની યોગ્યતાને જોઈને તેઓએ પત્રમાં માર્ગદર્શન આપેલું. આ માર્ગદર્શન વર્તમાનમાં આપણને સૌ કોઈને લાગુ પડે તેવું માર્ગદર્શન છે. “કૃપાળુદેવને સમષ્ટિગત ઉપદેશ આપવાનો ઉદય નહોતો પરંતુ વ્યક્તિગત ઉપદેશ આપવાનો ઉદય હતો. માટે આ વાતની મર્યાદા સમજીને “કૃપાળુદેવે આપેલ માર્ગદર્શનને જો જીવનમાં અવધારવામાં આવે તો અવશ્ય દોષમુક્ત થવાય એ વાત નિઃસંશય છે. “કૃપાળુદેવની લખાણની ભાષા ગૂઢ હોઈ પ્રાયઃ જીવ તેમના અંતઃકરણને સમજી શકતો નથી. છતાં તેઓશ્રીના લખાણમાં એવો જ કોઈ ચમત્કાર છે કે આજે તેઓશ્રીની અનુપસ્થિતિમાં પણ હજારો લોકો તેમના બોધને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે! કૃપાળુદેવના લખાણમાં રહેલી મધ્યસ્થતા, આશય ગંભીરતા, આત્મહિતનો પ્રધાન સૂર, નિષ્કારણ કરુણા, અંગ અંગમાં નીતરતો વૈરાગ્ય, પારલૌકિક વિચક્ષણતા, પુરુષાર્થની તીવ્ર ગતિ, સરળતા, પરેચ્છાનુચારીપણું ઇત્યાદિ અનેકાનેક ગુણોથી વિભૂષિત થયેલા તેમના પત્રો એક અમૂલ્ય રત્નોની નિધિ છે ! તેઓશ્રીના લખાણમાં રહેલું ઊંડાણ તેમના હૃદયને – અંતરંગ પરિણતિને પ્રકાશે છે. અંતરંગ પરિણતિમાં વર્તતા દિવ્ય ગુણોની ઝલક તેમના લખાણમાં વ્યક્ત થઈ છે. પરંતુ આ ઝલકને પારખનારા પણ કોઈ વિરલા જીવ જ હોય છે. કોઈક જવિરલા તેમના હૃદયને પારખી શક્યા છે, જેણે પારખ્યાતે પોતે તે દિવ્ય દશાને પામી ગયા! એ દિવ્ય હૃદયને પરખીને વર્તમાન મુમુક્ષુ સમાજ પર્યત તે હૃદયના ભાવોને પ્રકાશમાં લાવનાર છે–પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ ! રાજહૃદય' નામ અનુસાર “કૃપાળુદેવના અંતરંગને ખોલનાર પૂજ્ય ભાઈશ્રી “શશભાઈના અનુભવરસ ઝરતા આ પ્રવચનો અમૃતવેલડી સમાન છે. એક દિવ્યમૂર્તિને આકાર આપતા આ પ્રવચનો “કૃપાળુદેવ જેવા મહાન સાધકની સાધકદશાને સ્વયંની અનુભવવાણીરૂપી ટાંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુજીવને દર્શાવે છે કે, આ છે “કૃપાળુદેવ' આ છે રાજહૃદય” “કૃપાળુદેવના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રત્નોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂકયા છે !! કોઈપણ જીવ ગ્રાહક થઈને લે તો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય! ધન્ય છે પૂજ્ય ભાઈશ્રીના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy