SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવ્યું છે. ૫૧ શ્લોકપ્રમાણ આ ગ્રંથગાગરમાં અધ્યાત્મનો સાગર સમાયેલો છે. મોક્ષ અને તેનો ઉપાય એ આપણા સૌનું ઈષ્ટ છે, આ ઈષ્ટની પ્રાપ્તિના અલૌકિક માર્ગે સ્વયં ચાલી આપણને તેનો ચૂંથાવત્ ઉપદેશ પ્રસ્તુત ગ્રંથમાં આપનાર આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીનો જન્મ કર્ણાટકના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ માધવભટ્ટ તથા માતાનું નામ શ્રીદેવી હતું. તેમના જન્મકાળ વિષે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત શિલાલેખો અને સાહિત્યના આધારે વિદ્વાન સંશોધકો તેમનો કાળ વિક્રમની પાંચમી શતાબ્દીના ઉત્તરાર્ધથી છઠ્ઠી શતાબ્દીના પૂર્વાર્ધ વચ્ચેનો માને છે. * શ્રી પૂજ્યપાદસ્વામીને લઘુ વયમાં જ સર્પના મોઢામાં ફસાયેલા દેડકાને જોઈને વૈરાગ્ય જાગ્યો હતો. તેઓશ્રીએ ૧૫ વર્ષની વયે જિનદીક્ષા ગ્રહણ કરી હતી. તેમની અસાધારણ શક્તિઓના ફળસ્વરૂપે તેમને ૨૭ વર્ષની વયે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. દેવનંદી, જિનેન્દ્રબુદ્ધિ, પૂજ્યપાદ આદિ ઉત્તમ નામોથી વિભૂષિત આ સાતિશય યોગીએ કઠિનમાં કઠિન તપશ્ચર્યા તથા વિશાળ શાસ્ત્રાભ્યાસ કરી અસાધારણ વિદ્વત્ત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ યુગપ્રધાન યોગીન્દ્ર, મહાન દાર્શનિક, અપૂર્વ તાર્કિક, કુશાગ વૈદ્ય, અદ્વિતીય વૈયાકરણી તથા ધુરંધર કવિ હતા. ધર્મસિદ્ધાંત, અધ્યાત્મ, ભક્તિ, દર્શન, ન્યાય, વૈદ્યક, વ્યાકરણ, છંદ, જ્યોતિષ આદિ અનેક વિષયો ઉપર રચાયેલા શ્રેષ્ઠ ગ્રંથો તથા અદ્વિતીય રિદ્ધિ-સિદ્ધિઓ સંબંધી મળતાં શિલાલેખીય પ્રમાણો તેમની સર્વતોમુખી પ્રતિભાનું પ્રમાણ છે. તેમની કૃતિઓમાં મુખ્યત્વે “સમાધિતંત્ર', “ઈબ્દોપદેશ', જૈનેન્દ્ર વ્યાકરણ', “મુગ્ધબોધ વ્યાકરણ”, “શબ્દાવતાર', “છંદશાસ્ત્ર', “વૈદ્યસાર', “સારસંગ્રહ', “જૈનાભિષેક’, ‘દશભક્તિ', શાજ્યષ્ટક' વગેરે ગ્રંથો તથા “તત્ત્વાર્થસૂત્ર'ની “સર્વાર્થસિદ્ધિ', નામક ટીકા ઉલ્લેખનીય છે. વિવિધ ઉલ્લેખો દ્વારા તેમના
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy