SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ હ્રદયપ્રદીપ (મુનિશ્રી ભુવનચંદ્રજી) શબ્દાદિ પાંચ વિષયો થકી સાવ નોખું, ચૈતન્ય તત્ત્વ ઝળકે હૃદયસ્થ ચોખ્ખું; ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ટા, તે તત્ત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા. ૧ જાણે ખરા કો'ક, ન કાર્યકારી, કો' શક્તિ ધારે, નવ જાણકારી; જ્ઞાને તથા આચરણેય પૂરા, એવા જડે માનવ કો'ક શૂરા. ૨ સાચી વિરક્તિહૃદયે ધરે ને તત્ત્વવેત્તા ગુરુને ભજે સ્વાનુભવે નિશ્ચય જે કરે એને જ સિદ્ધિ નિયમા વરે છે. ૩ દેહ તો કૃમિ સમૂહથી ભર્યો, દુઃખરૂપ સમજે વિવેકીઓ; દેહની નિબિડ કેદમાં પડીચેતના, કર વિમુક્તિ તેહની. ૪ છે, છે; છે. ! સંસારીનું આ તન ભોગ કાજે, ત્યાગી જનોનું તન જ્ઞાન કાજે; જે ભોગને કેવળ રોગ જાણે, તે કેમ ચાહે જડ ખોળિયાને? ૫ ત્વચા તથા હાડ થકી બનેલા, લોહી તથા માંસ વડે ભરેલા;
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy