SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યશતક શ્લોક-3 औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ।। અર્થ - ઔદાસી (મધ્યસ્થપણા)ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! ભાવાર્થ – સંસારમાં કોઈ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તેના બાનારૂપે કંઈક આપવાથી તે વસ્તુ પોતાની માલિકીની ગણાય છે. ભલે હજી તેની પૂરી કિંમત ન ચૂકવી હોય તોપણ તે વસ્તુ તેને મળશે એવી બાંહેધરી અપાય છે. તેમ આત્માનુભૂતિથી પ્રાપ્ત થયેલ સહજ આનંદ - ચિદાનંદ મોક્ષના બાનારૂપ છે. તે સહજાનંદમાં નિમગ્ન રહેતાં નિશ્ચિત મોક્ષ મળશે જ એવી જામીન વીતરાગવિજ્ઞાન આપે છે. ઉદાસીનતા ધારણ કરનાર યોગીપુરુષોને પ્રાપ્ત થયેલ આ કેવળજ્ઞાનના પ્રભાતરૂપ ચિદાનંદ જયવાન થાઓ! -
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy