SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા પ્રયત્ન વગર કે આકર્ષણ વગર સીધો આવીને આપણા આત્માને ચોંટી જાય, કર્માણુઓનું આવીને ચોંટવું એ આપણા દ્વારા જ એટલે કે આપણા પ્રયત્નો દ્વારા જ સંભવ છે. મન, વચન, કાયાનાં ત્રણેય યોગો, ભાવકર્મ અને રાગદ્વેષ દ્વારા એ આકર્ષાય છે. આ આકર્ષિત કર્માણુઓ આત્માને ચોંટી જાય છે. આત્મા સાથે બંધાઇ જાય છે. અનાદિકાળથી આ પ્રક્રિયા ચાલે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિધ્ધિમાં એને બહુ સારી રીતે સમજાવ્યું છે. ભાવકર્મ નિજકલ્પના, માટે ચેતન રૂપ, જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. જેપર છે અને આપણા માનવાનો ભાવકલ્પ આપણી પોતાની ઉત્પન્ન કલ્પના છે. એ કારણે એ ચેતન રૂપ છે. આ આપણાપણું હકીકતમાં આપણું નથી. જ્ઞાની પુરુષોએ એને પર અર્થાત્ પારકું કહ્યું છે. જેટલું જોર ભાવ કર્મોમાં હોય છે જીવનું તેટલું વીર્ય સ્કુરિત થાય છે. વીર્ય કુરણા થતાં જ જડ કર્માણ આકર્ષાઇને આત્મા સાથે ચોંટી જાય છે, બંધાઇ જાય છે. બંધનની આ ક્રિયા અનાદિકાળથી ચાલી આવી છે. જો કે ચેતન અને કર્મ આ બન્નેનું અસ્તિત્વ હમેંશા શાશ્વત છે, છતાં પણ ચેતન કયારેય જડનથી થઇ શકતો અને જડ ક્યારેય ચેતન નથી થઇ શકતો. આત્માનાં કર્મ બંધનની પ્રક્રિયાનાં ચાર પ્રકાર છે, (૧) સ્પષ્ટ (૨)બધ્ધ (૩) નિધત્ત અને (૪)નિકાચિત. પ્રથમ પ્રકાર સ્પષ્ટ છે. આ પ્રક્રિયામાં કર્માણ આત્મા સાથે માત્ર સ્પર્શ કરે છે. આ બંધનમાં ભાવોનાં આવેગ નથી હોતો, જેવી રીતે ઝાડુ કાઢીને ઘર સાફ કરવામાં આવે છે. ફકત ધૂળ હોય તો ઝાડુ થી સફાઇ થઇ જાય છે બીજી કોઇ ચીજની જરૂર નથી રહેતી. જેમ રેતી પર બેસીને ઉભા થતાં જ માત્ર કપડાં ખંખેરી નાખવાથી સાફ થઇ જાય છે. આવી જ રીતે આત્માનાં નિર્લેપ ભાવમાં બંધાયેલા કર્મ સ્પષ્ટ કહેવાય છે. આ બંધનથી મુકત થવા માટે પરમાત્માનું ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. ઉદયમાં પણ આમાં વિષમતા બહુ ઓછી હોય છે. ગાથા પાચમાં “અભિયુઆ” શબ્દનો ભાવ પ્રયોગ આજકર્મક્ષયમાં પરમ સાધન સ્વરૂપ માનવામાં આવે છે. બીજો પ્રકાર બધ્ધ છે. આમાં કર્માણ માત્ર સ્પર્શતા જ નથી, પરંતુ ચોંટે પણ છે. બંધાય પણ છે. બંધન એટલું મજબૂત પણ નથી હોતું કે હથોડાથી ઠોકીને ફીટ કરી દીધું હોય, પણ દોરાથી બંધાયેલા જેવું હોય છે. પાણી ઢોળાયુ હોય અને ધૂળ પણ હોય તો માત્ર ઝાડુથી સફાઇ નથી થતી, એમાં પોતું કરવું પડે છે. આ કર્માણુઓનો નાશ કરવાનો ઉપાય પરમાત્માનું કીર્તન છે. સ્મરણ માત્રથી આ કર્મો દૂર નથી થતાં. વારંવારનાં રટણ કીર્તનથી આ કર્માણુઓ ખલાસ થઇ શકે છે. - ત્રીજો પ્રકાર નિસ્બત છે. આ કર્માણુ ઓ ભાવવાહી સ્થિતિમાં બંધાયેલા હોય છે. આ બંધનમાં રસ હોય છે. જેમ ઘરમાં ફકત ઝાડુ પોતાથી સફાઇ શકય નથી હોતી [112].
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy