SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્લભ છે, શારીરિક અને માનસીક રોગનાં ચિકિત્સક દિન-પ્રતિદિન વધતા રહ્યાં છે. દવાઓ પણ વધી રહી છે. આત્મરોગનાં ચિકિત્સક અને દવાઓ ઓછી થતી જાય છે. જો આત્મ રોગનો ઇલાજ થઇ જાય તો ઉપરોકત બન્ને રોગોનાં ઇલાજની આવશ્યકતા નથી રહેતી. આરોગ્યનું બીજુ નામ સ્વસ્થતા છે. સ્વ માં સ્થિરતા સ્વસ્થતા છે. દૈહિક પીડા રહિત સ્થિતિને પણ આરોગ્ય કહે છે. સ્વસ્થતાની આ સર્વમાન્ય સામાન્ય પરિભાષા છે. ગુજરાતીમાં કહે છે “પહેલું સુખ તે જાતે નર્યા'. એટલે કે શરીરની સુખાકારી એ પહેલું સુખ છે. લોગસ્સ સૂત્રમાં આરોગ્યની વાત દેહની નહીં આત્માનાં આરોગ્યની વાત છે. પ્રશ્ન થાય છે કે શું આત્મા પણ બીમાર થઇ શકે છે? આમ તો આત્મા શુધ્ધ બુધ્ધ નિરંજન છે. એટલે કંઇ નિશ્ચય દ્રષ્ટિથી આત્મા બીમાર નથી. પણ વ્યવહાર દ્રષ્ટિએ આત્મા બીમાર થઇ શકે છે. આમ બન્ને અભિપ્રાયો સાંભળી તમે મુંઝાઇ ગયા. ને? આવો આપણે એ વિષે ઉંડેથી વિચારીએ. જેમ આપણી પાસે સ્વચ્છ, શુભ્ર અને ચમકદાર નવા વસ્ત્રો છે. તેનો ઉપયોગશરૂ થાય છે અને જેમ જેમ તે વપરાતા જાય છે તેમ તેમ તે મેલા થતા જાય છે. સાથે સાથે એની ચમક દમકપણ ઓછી થતી જોવા મળે. છે. નવા વસ્ત્રો થોડાં જ વખતમાં જૂના જેવા લાગે છે પણ હવે જો સ્પેશ્યલ સાબુમાં ચોક્કસ વિધિપૂર્વક ધોઇ પછી સ્ટાર્ચ, ઇસ્ત્રી વગેરે કરવામાં આવે તો તે પાછા નવા જેવા થઇ જાય છે. તેની ચમક દમક પાછી આવી જાય છે. એમાં જે તાજગીપણું કે ચમક દેખાતા હોય છે તે એમ સૂચવે છે કે વસ્ત્રોમાં તાજગીપણું તો હતું જ ફકત તેની ઉપર લાગેલો મેલ દૂર કરી દેવામાં આવ્યો. આ તમારા રોજના અનુભવની વાત છે. આજ રીતે આત્મા પોતે સ્વસ્થ છે. આરોગ્યમય છે. જ્ઞાનમય છે. સમાધિમય છે. અનાદિ પરિભ્રમણને કારણે એની ઉપર મેલ ચઢેલો છે.એની સ્વસ્થતામાં અવરોધ છે, રોગ છે, એ કારણે જ એ બીમાર છે. અહીં રોગનું મુખ્ય કારણ રાગ દ્વેષ છે. પદાર્થમાં, વ્યકિતમાં, વસ્તુમાં પોતાની અસ્થિરતા અને પ્રિય અપ્રિયની નિરંતરતા અનંત સંસારનું કારણ છે. આ રાગ દ્વેષ એનું પરિણામ છે. એ જ રોગ છે. પ્રણામત્રિક આત્માને ધોવે છે. સાફ કરે છે. અહીં કોઇ મેડિસિનની નહીં પણ મેડીટેશનની આવશ્યકતા છે. આપણને દવા નહીંધ્યાન જોઇએ છે. જગતમાં રોગ દૂર કરવા માટે દવા આપવામાં આવે છે અહીં પ્રભુ સ્મરણમાં સ્વસ્થતા સ્વયં પ્રગટ થઇ જાય છે. આપણું તણાવરહિત અસ્તિત્ત્વ પ્રગટ થાય છે, સ્વયંમાં સ્થિરતા તે ધ્યાન છે, આજ સ્થિરતા આપણને સ્વસ્થતા આપે છે. ગૌતમ સ્વામીએ એને બહુ જ વિગતવાર સમજાવ્યું છે કેમકે, એમાં રોગમાં પીડા હોય છે અજ્ઞાનતા એ પીડામાં એકરૂપતા અને અભેદભાવ લાવે છે. અસમાધિ એમાં અનુભૂતિમય થઇ જાય છે અને એજ કારણે પરિણામત્રિકમાં આરોગ્યપ્રથમ છે પછી બોધિ અને અંતિમ તે સમાધિ છે. હવે આપણે જોઇએ કે લોગસ્સ સૂત્ર આપણને કેવી રીતે શુદ્ધ કરી શકે છે? સંસાર કર્માણુઓથી ખીચોખીચ ભરેલો છે. એમાં કોઇપણ કાર્મિકઅણુ એવો નથી જે [111]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy