SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ રાખીને કરીએ છીએ. પરમાત્માએ દશાર્ણભદ્રનાં અંતઃકરણના પટ ખોલ્યા. સત્ય ઢંઢોળ્યું. જાગૃત કર્યા. એમણે કહ્યું દશાર્ણ! પૂર્ણભદ્ર નગરીનાં નાથ હોવાં છતાંયે તમે અનાથ બની રહ્યા છો? જરા અંદર તો જુઓ ભદ્ર! તમારો મારી સાથે નિરપેક્ષ અને સંબંધ તીત સંબંધ છે. તમે સ્વ નાં સ્વભાવમાં પ્રગટ થઇ જાઓ, પણ દ્રવ્યોથી પોતાને પ્રદર્શિત ના કરો. તમે જાતે પરમાત્મ સ્વરૂપ છો. મોક્ષ સ્વરૂપ છો. સર્વવિરતિનાં સ્વામી છો. ઉઠો જાગો પોતાને ઓળખો. અવિરત ઇન્દ્રનાં આ વૈભવ દર્શનથી અને તમારા સભાના વૈભવ પ્રદર્શનથી વ્યાકુળ ન થાઓ સ્વ દર્શન કરો. પરમાત્માનાં શબ્દો સાંભળી દશાર્ણભદ્રનો વૈભવ પ્રદર્શનનો નશો ઉતરી ગયો. આત્મવૈભવ પ્રગટ થયો. પૂજનનો કર્તાભાવ સમાપ્ત થઇ ગયો. નિજસ્વભાવ પ્રગટ થઇ ગયો. ચેતના સ્વયં હવે પૂજા બની ગઇ. અહંકાર રહિત પૂજાની શરૂઆત થઇ. “મહિયા” સ્વયંમહિમા બની ગયા. એમને ધ્યાને આવ્યું, ભાન થયું કે પરમાત્માની પૂજા પય છે. જેના પર ચાલવાનું હોય છે. પૂજામાં અનુરાગ હોય છે, પણ એનો પરમાર્થ છે સત્યનો અનુરાગ. દરેક વ્યકિતનું પોતાનું એક પરમસત્ય હોય છે નિજચેતના. આવી રીતે મહિયા” અર્થાત પોતાની ચેતના પ્રત્યે અનુરાગ. એનો બીજો અર્થ થાય છે મમહિતા અર્થાત મહિતા. સ્વયંમાં નિજત્ત્વનો બોધ ભલે નથી પરંતુ પરમતત્વની થનારી પૂજા ભકિતમાં પોતાનું હિત નિશ્ચિત છે. આપણીપૂજા માટે પરમતત્ત્વનું કોઇ પ્રયોજન નથી હોતું, છતાં પણ એમની પૂજામાં આપણા સર્વપ્રયોજનો સમાઇ જાય છે. કીર્તન, વંદન, પૂજન આ પ્રણામત્રિક છે. કીર્તન વચનથી થાય છે, વંદન મસ્તકથી થાય છે અને પૂજન હદયથી થાય છે. હવે આપણે પ્રણામથી આગળ વધીને પરિણામ સુધી પહોંચવું છે. કારણ કે પરિણામ વગરની કોઇપણ પ્રક્રિયામાં આપણને રસ નથી હોતો. પ્રત્યેક પ્રવૃતિનું પરિણામ અવશ્ય હોય છે. આપણે ફળ ઇચ્છીએ છીએ એટલે વિચારીએ છીએ કે શું પરિણામ આવી શકે? કેટલું ફળ મળશે? ક્યાં સુધી ફળ પ્રાપ્ત થશે? આવા કેટલાયે વિચારો આપણને આવતા રહે છે. જ્ઞાની પુરુષો. કહે છે કે આટલા બધા પ્રશ્નોમાં અટવાવાની જરૂર નથી. એનું પરિણામ નક્કી છે. ગેરેન્ટી કાર્ડધી વસ્તુઓ ખરીદવાવાળાઓને આવા પ્રશ્નોની આદત હોય છે. હકીકતમાં એ વસ્તુનાં અસ્તિત્વની અવધિ નક્કી હોય છે. વસ્તુમાં પરિવર્તન ત્યારે આવે છે જ્યારે પદાર્થ તે અવધિને પાર કરી લે છે. બેત્રણ વર્ષની જેટલી પણ સમય મર્યાદા હોય આપણે ત્યાં સુધી ગેરેન્ટી કાર્ડ સાચવી રાખીએ છીએ, જ્યારે વસ્તુ બગડે છે ત્યારે ગેરેન્ટી કાર્ડનો સમય પણ પૂરો થઇ ગયો હોય છે, પદાર્થની સાથે આવું બને છે. આપણે હવે આ મહાસૂત્ર વિષે વિચારીએ. લોગસ્સ સૂત્ર આપણને ગેરેન્ટી સાથે મળ્યું છે. એની કોઇ સમય મર્યાદા નક્કી નથી કરવામાં આવી કે અમુક સમય પછી તેની અસર ઓછી થઇ જશે કે ધીમી પડી જશે એવું આમાં કંઇ નથી, [109]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy