SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પકડી શકે છે પણ એનું વહેવાનું આપણી ભાવના સાથે સંકળાયેલ છે. છતાં પણ આજે આપણે વિજ્ઞાનની મદદ એટલા માટે લેવી પડે છે કે એને સરળતા પૂર્વક સમજાવવામાં વિજ્ઞાન સફળ રહ્યું છે. જો કે ભાવધારાનાં એક પ્રયોગની સામે વિજ્ઞાને અતિપ્રયાસ વાળા હજારો પ્રયોગો રજુ કરવા પડે છે. જ્યારે કે ભારતનાં ભાવયોગીઓ આ બધું પ્રયોગો વગર અનાયાસ સફળ રીતે કરી બતાવે છે. મહિયા” નો અર્થ થાય છે ચિત્તની એવી શૂન્ચ દશા જેમાં કોઇ વિચાર ન રહી શકે. આવી શૂન્ય દશામાં જ પરમાત્માની પૂર્ણતા પ્રગટ થાય છે. પૂર્ણતાનાં આ અવતરણને“મહિયા” એટલે કે પૂજન કહેવાય છે. ધ્યાનની આ પરમ સર્વોચ્ચ દશા. છે. જ્યાં અહંકાર સમાપ્ત થઇ જાય છે ત્યાં જમહિયા”પ્રગટ થઇ જાય છે. “મહિયા” નો પૂજન અર્ય સર્વમાન્ય સુપ્રસિધ્ધ છે. પૂજનની આ વ્યાખ્યા દ્રવ્યપૂજનની છે. કેમકે આમાં અહંકાર કર્તાભાવ રૂપે છે. પૂજા ફકત પૂજ્યની જવાય છે પરંતુ પૂજામાં દ્રવ્ય, વસ્તુ, પદાર્થ વગેરે વૈભવમાં પૂજ્યની અપેક્ષા પૂજકનું મહત્ત્વ વધારે હોય છે. | દશાર્ણભદ્રરાજા ભગવાન મહાવીર પાસે પૂજા દર્શનાદિને માટે જ પ્રસ્થાન કરી રહ્યાં હતાં. પણ અહંકાર પ્રધાન અને પૂજ્ય ભાવ ગૌણ હતો. એમના અહંકારને જાણીને એની વિશાળ શોભાયાત્રાની આગળ અભૂત એક હજાર હાથીઓને ઉતારીને એમનો ગર્વ તોડયો હતો. દરેક હાથીઓને આઠ આઠ મોઢા હતા. દરેક મોઢા પર આઠ આઠ સૂઢો હતી. દરેક સૂઢો પર આઠ આઠ દંતશૂળો હતા. પ્રત્યેક દંતશૂળો પર આઠ આઠ વાવડીઓ હતી. પ્રત્યેક વાવડીઓમાં શતદળ કમળો હતા. પ્રત્યેક કમળ પર દેવ દેવીઓ નૃત્ય કરી રહ્યાં હતા. અને એ બધાની વચ્ચે બધા હાથીઓ ઉપર ઇન્દ્ર પોતે ઇન્દ્ર સ્વરૂપે દેખાઇ રહ્યાં હતા. આ હાથીઓ વૈક્રિય લબ્ધિનાં હતા. ઇન્દ્રએ ગર્વ તોડવો હતો. એમનું કહેવું હતું કે જો પ્રભુની ભકિત વૈભવના કારણે શ્રેષ્ઠ મનાતી હોય તો દેવતાઓ પાસે તો અમાપ વૈભવ છે. રાજન્ ! તમે ગમે તેટલો ભવ્ય વૈભવ કરો પણ એ અમારી સામે તો સર્વથા તુચ્છ છે. ઇન્દ્રનાં આ વૈભવપૂર્ણ હાથીઓને જોઇને રાજા વ્યાકુળ થઇ ગયો. પરમાત્મા પાસે જાઉ. દર્શન તો કરી લઉ. પાછો તો નહીં કરું. એવું બધુ વિચારતો રાજા સમવસરણમાં પહોંચે છે. ગમગીન ચહેરે હતપ્રભ બની પ્રભુની સામે જોવે છે. પરમાત્માનું અપૂર્વ સાનિધ્ય મળી ગયું. એટલે નમી તો ગયાં. દર્શન પણ કર્યા પરંતુ મન આકુળ વ્યાકુળ છે. ચિત્ત વિચલિત છે. અંતર મન વિભ્રમીત છે. નયનો આતુર છે. વિજયની અભિલાષા છે. પરાજ્યનો અફસોસ છે. દર્શનનો અર્થ થાય છે પરમાત્માનું સ્વરૂપ આંખોથી પી લેવું. અંદર ઉતારી લેવું એટલે તો દર્શનની પ્રક્રિયા આંખો ખોલીને જોવાની છે. પરંતુ દર્શનની વિધિતો આંખો બંધ કરવાની છે. પ્રભુ દર્શન થતાં જ આપણી આંખો આપમેળે બંધ થઇ જાય છે. આ તમારો પણ જાત અનુભવ હશે. ગુરુ દર્શન, પ્રભુ દર્શન આપણે આંખો ખૂલી રાખીને નહીં પણ બંધ [ 108]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy