________________
૨૪
આત્મ પ્રબોધક ભાવનાઓ
વિષયાનંદીપણું દૂર થાઓ, આત્મરમણતા રૂ૫ આત્માનંદપણું પ્રાપ્ત થાઓ.
જીવન સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાથી આત્મા પરમાત્મા સમ બને છે. સર્વ ઈન્દ્રિયે અને મનને નિગ્રહ કરીને આત્મ ધ્યાનમાં લીન થવાથી જ પરમપદના ભેગી બની શકાય છે.
વિકારેને જે જીતે તે જ જ્ઞાની, તે જ વિદ્વાન.
વિષયમાં કઈ સાચે આનંદ નથી તે તે સુખભાસ માત્ર છે.
હું તે આત્મતૃપ્ત છું. હું શાંત છું. શરીર અને મનથી અંતસ્થ પ્રભુના પવિત્ર સત્ય દ્વારા હું દિવ્ય છું, પવિત્ર છું, શુદ્ધ છું, ઉન્નત છું, મુક્ત છું. એ ગુણેને હું પ્રગટ કરી રહ્યો છું. હું ઈન્દ્રિયોના વિષયેની ઈચ્છા નહિ કરું. મારી બુદ્ધિ આત્મ સંલગ્ન થઈ રહી છે, અને આત્મલીનતામાં જ મને આનંદ આવે છે. હું પ્રસન્ન છું કેમ કે મનસા, વાચા, કર્મથી ભગવાનની જ સેવા કરવા માટે સ્વતંત્ર છું અને મારે પ્રાણ એકાગ્ર થઈને પવિત્ર આત્મામાં જ પરિણત થઈ રહેલ છે. મને કંઈ પણ વિષય અને વિકારમાં લિપ્ત નહિ કરી શકે. હું પવિત્ર છું. મારામાં વિષય વિકારે પ્રવેશ નહિ કરી શકે કારણ કે હું પરમ પિતાને પુત્ર આત્મસ્વરૂપ છું.
બ્રહ્મચર્યની નવ વાડની ભાવનાઓ
બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડ (મર્યાદા)ની અત્યંત જરૂર છે. એનું બરાબર પાલન કરવું જરૂરી છે. મર્યાદાનું પાલન જ બ્રહ્મચર્યનું પાલન છે.