________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
બ્રહ્મચર્ય પ્રાપ્ત કરવાની તથા એની રક્ષાની ભાવનાઓ
સુખનું મૂળ બ્રહ્મચર્યનું પાલન સદા થાઓ. દુઃખદાયી વિષયેચ્છાને નાશ થાઓ.
અનંત, અક્ષય સત્યસુખ આપનાર શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન સદા કરું.
ચારિત્રગુણનું શુદ્ધ પાલન કરવામાં સહાયક બ્રહ્મચર્ય ગુણ પ્રગટ થાઓ. વિકારોના નાશ થાઓ. અવિકારી ગુણ પ્રગટ થાઓ.
મેક્ષ માર્ગમાં વિષ્ણભૂત ભેગેછાને નાશ થાઓ. નવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરું.
સ્ત્રી-પુરુષ સંબંધી ભેગને ત્યાગ તે સ્થૂલ-બ્રહ્મચર્ય, પાંચ ઈન્દ્રિયના વિષયોને ત્યાગ તે વ્યવહાર બ્રહ્મચર્ય, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરવું તે નિશ્ચય બ્રહ્મચર્ય મને પ્રાપ્ત થાઓ.
બધા રંગેનું મૂળ, આયુષ્યને શીઘ અંત કરનાર અને રેગી, ભાર રૂપ સંતતિ ઉત્પન્ન કરનાર વિષયાનંદને નાશ થાઓ.
અશુચિમય શરીર પરથી મેહ દૂર થાઓ, વિષયવાસનાઓ દૂર થાઓ અને આત્મિક સંયમ પ્રાપ્ત થાઓ. અનંત દુઃખદાતા વિષયેચ્છાને નાશ થાઓ, મન, વચન, શરીરથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન થાઓ.
આત્મભાન ભૂલાવનાર ભેગેચ્છાને નાશ થાઓ, અભેગી અવસ્થા પ્રાપ્ત થાઓ.