________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
સ
૩૦, નીગ, નિરામય આત્મા છું, તે મારા ગુણે સત્વર પ્રગટ
થાઓ. ૩૧. હું આત્મા આનંદસ્વરૂપ, સુખસ્વરૂપ છું તે મારા ગુણ
સત્વર પ્રગટ થાઓ. ૩૨. હું આત્મા ચંચળતા રહિત સ્થિર, સમ છું તે મારા
ગુણે સત્વર પ્રગટ થાઓ. ૩૩. હું અમર આત્મા છું મારું તે અમરપણું સત્વર પ્રગટ
થાઓ. ૩૪. હું શુદ્ધ, બુદ્ધ, પવિત્ર આત્મા છું, અનંતજ્ઞાનાદિ ગુણોથી
યુક્ત છું, અન્ય સર્વ જડ પદાર્થોથી ભિન્ન છું, એ મારા
નિજ ગુણે સત્વર પ્રગટ થાઓ. ૩૫. હું સમ શાંત પરિપૂર્ણ આત્મા છું. એ મારું સ્વરૂપ છે તે
સત્વર પ્રગટ થાઓ. ૩૬. સર્વ દોષથી રહિત શુદ્ધ ક્ષાયિક સમ્યક્ત્વ મને પ્રાપ્ત
થાઓ.
નીરોગી અને સુખી બનવાની ભાવનાઓ
આ ભાવના કરવાથી ક્ષય જેવા ભયંકર રેગોને નાશ થાય છે, રોગીઓએ આ ભાવનાઓનું વારંવાર રટણ, ચિંતન કરવું જોઈએ. રોગીની હાલત સારી ન હોય તે સેવા કરનારે તેને તે ભાવના વારંવાર સંભળાવવી જોઈએ.
(૧) હું નીરોગી છું, મને બિલકુલ રેગ નથી, મારા બધા રેગ દૂર થઈ ગયા છે. સ્નાયુમંડલ બરાબર કામ કરે છે.