________________
૪૨૬ : સ્વાધ્યાય સંચય
ઓ પ્રાણપતિ ૦
ઓ પ્રાણપતિ
શણગાર તો સજાવી, આભૂષણોને પહેરાવી;
મોજ મુજને કરાવી રે. રોજ તો હરીને રહેતા, પાણી માટે દૂધ દેતા;
આજે મૌન ધારી બેઠા રે. સજજનની એવી રીતિ, જેની સાથે કરે પ્રીતિ;
વગડે ન મૂકે રોતી રે. કરું છું હું કાલાવાલા, મુજને ન મૂકો, વહાલા!
સાથે રાખીને છોગાળા રે.
ઓ પ્રાણપતિ ૦
ઓ પ્રાણપતિ
જીવ કાયાને ઉત્તર આપે છે જીવ કાયાને સુણાવે રે, ઓ કાયા ભોળી! -ટેક કાયા તું કામણગારી, પાસમાં પડ્યો હું તારી;
પ્રભુને મૂક્યા વિસારી રે. ઓ કાયા છે તારી સાથે પ્રીતિ કરી, જરી ન હું બેઠો ઠરી;
પાપની પોટ ભરી રે. ઓ કાયા છે ઘણી વાર સમજાવી, હઠીલી ન સાન આવી,
મુજને દીધો ડુબાવી રે. ઓ કાયા છે નીતિનો પ્રવાહ તોડ્યો, અનીતિનો પંથ જોડ્યો;
સજજનનો સંગ છોડયો રે. ઓ કાયા છે સદ્ગણને નિવાર્યા, દુર્ગુણને વધાર્યા;
કથન ન કાન ધાર્યા રે. ઓ કાયા છે આતમાં હું ચિદાનંદી, કાયા તું દીસે છે ગંદી;
તારી સંગે રહ્યો મંડી રે. ઓ કાયા છે