________________
સ્વાધ્યાય સંચય : ૪૨૧
દિવસ ત્રણ બાકી રહે, ભગવાન ત્યારે આપજે દેહત્યાગના સમયનું ને, દિનનું તું જ્ઞાન મને. જેથી મંગળ હેતુએ હું, લીન થઈને કરી શકું, ચિંતન રૂડું ને ધ્યાન ઊંડું, દિવ્ય જ્યોતિ સ્વરૂપનું. શરીર બહુ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે, વેળા એવી તું આપજે, ના હોય અગવડ કોઈને. ૯ પ્રભુ આટલું મને આપજે તું, આયુની છેલ્લી પળે; શાંતિ સમતા સ્થિરતા, મને આવીને સહેજે મળે. ૧૦
પ્રભુ! એવું માગું છું ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, રહે ચરણકમળમાં ધ્યાન, પ્રભુ એવું માગું છું. ૧
તારું મુખડું પ્રભુજી હું જોયા કરું,
રાતદહાડો ભજન તારાં બોલ્યા કરું, રહે અંતસમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. ૨
મારી આશા નિરાશા કરજે નહિ,
મારા અવગુણ હૈયામાં ધરજે નહિ, શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુ એવું માગું છું. ૩
મારાં પાપ ને તાપ સમાવી દેજે,
તારા ભક્તોને શરણમાં રાખી લેજે, આવી દેજે દરશન દાન, પ્રભુ એવું માગું છું. ૪