________________
૪૨૦ : સ્વાધ્યાય સંચય
દરશ તારું, શ્રવણ તારું, અને તેમાં જ ગુમ થાવું; પરમ પ્રજ્ઞાન ને મુક્તિ, ધરમ એને અમે કહીએ. ૫ સફર તારી ગલીમાં તે, શહનશાહી અમે કહીએ; રહેવું ચિંતને તારા, પરાભક્તિ અમે કહીએ. ૬ તુમાં છે જે, તું છે જેમાં, પછી શું શોધવું તેને? ખબર નહિ તે જ ગફલત છે, અગર અજ્ઞાન તે કહીએ. ૭ ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમને ખાતર, સમર્પણ એ અમે કહીએ, પરાભક્તિ જ એ કહીએ. ૮ દીવાનું ઘેલું તુજ પ્રેમી, વદપિત પ્રાણ તન મન ધન; ગુલામી કાયમી તારી, સનમનો રાહ એ કહીએ. ૯
iu
અંતસમયની ભાવના પ્રભુ આટલું મને આપજે, આયુષ્યની છેલ્લી ઘડી; ના રહે મુજને કોઈ બંધન, માયા તણું છેલ્લી ઘડી. ૧ મરણપથારી પાસ સ્વજનો, ને સંબંધી હો ભલે જોયા કરે આ દહને પણ, ચિત્ત મારું નવ ચલે. મારી નજર મીઠી ફરે, માગે ક્ષમા સહુ જીવની; પ્રભુ આપજે માફી મને, નાનીમોટી મુજ ભૂલની. સહેવાય ના મારા થકી, એવી પીડા કદી ઊપડે, તો દોડીને હાજર થજે તું, તેજ સ્વરૂપી મુખડે. છેલ્લી કસોટી આકરી, પ્રભુ મૂંઝવે સહુને ઘણી; કૃપા કરીને તારજે, મને ભક્ત જન તારો ગણી. દઈ દાન ભક્તિનું મેં કહ્યું, રહેજે હવે નિર્ભય બની; આખું વચન છે તે મને, તો પાળજે પ્રભુ હેતથી.
W
o
E
in