________________
૪૧૦ : સ્વાધ્યાય સંચય
પુનિતનું આ દર્દ, હવે તો મુખે કહ્યું ન જાય; સોંપી મેં તો તારા ચરણમાં, થાવાનું હોય તે થાય. વહાલા ૦ ૪
*
w
પરમ કૃપાળુ દીનદયાળુ, જીવનના આધાર પ્રભુજી; સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર પ્રભુજી. ૧ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સીંચનાર પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ, ભક્તિની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશના કરનાર પ્રભુજી. ૩ જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો; પામર માંથી જાણે પુનિત, ગુણગુણના ભંડાર પ્રભુજી. ૪
ચેતે તો ચેતાવું તુંને રે, પામર પ્રાણી ચેતે તો... તારે હાથે વપરાશે, તેટલું જ તારું થાશે;
બીજું તો બીજાને જાણે રે... પામર ૦ ૧ સજી ઘરબાર સારું તું કહે છે મારું મારું;
તેમાં નથી કહ્યું તારું રે પામર ૦ ૨ માખીએ મધપૂડું કીધું, ન ખાધું ન ખાવા દીધું;
લૂંટનારે લૂંટી લીધું રે.... પામર - ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચિતું જાવું છે ચાલી,
કરે માથાફોડ ઠાલી રે.. પામર ૦ ૪ સાહુકારમાં સવાયો, લખપતિમાં લેખાયો;
કહે સાચું શું કમાયો રે... પામર ૦ ૫ કમાયો તું માલ કેવો, આવી તારી સાથે એવો;
અવેજ તપાસ તેવો રે... પામર૦