________________
સ્વાધ્યાય સંચય : ૪૦૯
રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો; પાળું મુજ ધર્મને કરું સૌ કર્મને, ફળ તણી આશથી દૂર રાખો. વિનતી - ૨ સુખી રહું સુખમાં, સુખી રહું દુ:ખમાં, સુખ ને દુ:ખના ભેદ ટાળો; પાંખમાં રાખીને દુ:ખડાં કાપીને, જાણ અજાણનાં પાપ ટાળો. વિનતી - ૩ ન્હાવું સત્સંગમાં, રાચું એ રંગમાં, અંગમાં ભક્તિનાં પૂર ભરજો; ઇચ્છું કલ્યાણ હું મિત્ર-દુશ્મન તણું, જગતનું નાથ! કલ્યાણ કરજો. વિન ની ૦ ૪ આંખ છે આંધળી, તુજશું ના ઢળી, તે છતાં હે પ્રભો! લક્ષ લેજો; દોડતા આવીને પુનિત સંભાળીને, અંતમાં દર્શને બાપ રહેજો. વિનતી ૦ ૫
વહાલા મારા હૈયામાં રહેજે વહાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. માયાનો છે કાદવ એવો, પગ તો ખેંચી જાય; હિંમત મારી કામ ન આવે, તું પકડજે બાહ્ય. વ્હાલા ૦ ૧ મરકટ જેવું મન અમારું, જ્યાં ત્યાં કૂદકા ખાય; મોહ મદિરા ઉપર પીધો ને પાપે પ્રવૃત્ત થાય. વ્હાલા ૦ ૨ દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય; છૂટવાનો એક આરો હવે, તો તું છોડે છુટાય. વ્હાલા ૦ ૩