________________
૨૯૪ : સ્વાધ્યાય સંચય
ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધીકું જ્ઞાનીને ફલ દેઈ રે. મ ૦ કાયા કષ્ટ વિના ફલ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ રે. મન ૦ ૩ જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણો રે, મ ૦ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. મન - ૪ પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; મા વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મન ૦ ૫
(૨) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન અરનાથ અવિનાશી, હો સુવિલાસી, ખાસી ચાકરી,
- કાંઈ ચાહું અમે નિશદિશ; અંતરાયને રાગે હો અનુરાગે કિણપરે કીજીએ,
કાંઈ શુભ ભાવે સુજગીશ. અ ૦ ૧ સિદ્ધ સ્વરૂપી સ્વામી, હો ગુણધામી, અલખ અગોચર,
કાંઈ દીઠા વિણ દિદાર, કિમ પતીજે કીજે, હો કિમ લીજે ફળ સેવા તાણું,
કાંઈ દીસે ન પ્રાણ આધાર. અ ૦ ૨ જ્ઞાન વિના કુણ પેખે, હો સંખેપે સૂત્રે સાંભળ્યો,
કાંઈ અથવા પ્રતિમા રૂપ; સામે જો સંપેખું, હો પ્રભુ દેખું દિલભર લોયણે,
કાંઈ તો મન મેં હવે ચૂપ. અ ૦ ૩ જગનાયક જિનરાયા, હો મન ભાવ્યા મુજ આવી મળ્યા,
કાંઈ મહેર કરી મહારાજ સેવક તો સસનેહી, હો નિ:સનેહી પ્રભુ કિમ કીજીએ,
કાંઈ ઈસ કોઈ વહીએ રે લાજ. એ જ