________________
સ્વાધ્યાય સંચય : ૨૯૧
નિજ ભાવે સીય અસ્તિતા રે, પરનાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે. કું. ૭ અસ્તિભાવ જે આપણી રે, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેતુ રે. કું. ૮ અસ્તિ સ્વભાવ રુચિ થઈ રે, ધાતો અતિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહેરે, પરમાનંદ જમાવો રે. કું ૦ ૯
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન સાહેલાં હે કંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ; સા મુજ મનમંદિર માંહી, આવે જો અરિબલ જીપતો હો લાલ. ૧ સારા મિટે તો મોહઅંધાર, અનુભવતેજે જળહળે હો લાલ; સા ધૂમકષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ. ૨ સારા પાત્ર કરે નહિ હેઠ, સૂરજ તેજે નવિ છિપે હો લાલ, સા - સર્વ તેજનું તેજ પહેલાંથી વાધ પછે હો લાલ. ૩ સા, જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ; સા જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ. ૪ સારા પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન ધર્મ શુદ્ધ દશા રહે હો લાલ; સા - શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઇણિ પેરે કહે હો લાલ. ૫
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન
[૧]
કુંથુજિસંદ કરુણા કરો, જાણી પોતાનો દાસ; સાહિબા મોરા, શું જાણી અલંગા રહ્યા? જાણ્યું કે આવશે પાસ. સા - ૧ ૧. લેપન કરવાપણું. ૨. દીવેટ, અવસ્થા.