________________
૨૮૬ : સ્વાધ્યાય સંચય
હાં રે તારે મુખને મટકે અટક્યું મારું મન જો, આંખલડી અણિયાળી કામણગારડી રે લો; હાં રે મારા નયણાં લંપટ જોવે ખિણખણ તુજ જો, રાતે રે પ્રભુરૂપે ન રહે વારિયાં રે લો. હાં રે પ્રભુ, અલગા તો પણ જાણજો કરીને હજૂર જો, તાહરીરે બલિહારી હું જાઉં વારણે રે લો; હાં રે કવિ રૂપવિબુધનો મોહન કરે અરદાસ જો, ગિરુઆથી મન આણી ઊલટ અતિ ઘણો રે લો.
૭
સોળમા શ્રી શાંતિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન શનિ જિન, એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે, શાંતિ સ્વરૂપ કિમ જાણીએ, કહો મને કિમ પરખાય રે. શાં ૦ ૧ ધન્ય તું આતમ જેહને, એવો પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે. શાં ૦ ૨ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ સહે પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાં ૦ ૩ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાં ૦ ૪ શુદ્ધ આલંબન આદર, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે. શાં ૦ ૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે. શાં ૦ ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇયો આગમે બોધ રે. શાં ૦ ૭.