________________
સ્વાધ્યાય સંચય : ૨૮૫
દેવ અનેરા તુમથી છોટા, થૈ જગ અધિકેરા. યશ કહે ધર્મ જિનેશ્વર થાશું, દિલ માન્યા હે મેરા. થાશું ૦ ૫
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન હાં રે મારે ધર્મણિંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લો; હાં રે મુને થાશે કોઈક સમયે પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી તવ થાશે મારી સવિ વગે રે લો. હાં રે પ્રભુ, દુર્જનનો ભંભેર્યો મારો નાથ જો, ઓળવશે નહીં ક્યારે કીધી ચાકરી રે લો; હાં રે મારા સ્વામી સરખો કુણ છે દુનિયામાંહી જો, જઈએ રેજિમ તેહને ઘર આશા કરી રે લો. હાં રે જસ સેવા સેતી સ્વારથની નહીં સિદ્ધ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો; હાં રે કાંઈ જૂઠું ખાય તે મીઠાઈને માટે જો, કાંઈ રે પરમારથ વિણ નહીં પ્રીતડી રે લો. હાં રે પ્રભુ, અંતરજામી જીવન પ્રાણાધાર જે, વાયો રે નવિ જામ્યો કળિયુગ વાયરો રે લો; હાં રે પ્રભુ, લાયક નાયક ભક્ત-વચ્છલ ભગવંત જો, વારુ રે ગુણ કેરા સાહિબ સારુ રે લો. હાં રે પ્રભુ લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રે રહેવાથી હોય ઓસાંગલો રે લો; હાં રે કુણ જાણે અંતરગતિની વિણ મહારાજ જો, હેજે રે હસી બોલો ઝંડી આમળો રે લો.
૫
* કષ્ટ અસ્ત. ૧. સેવાથી. ૨. સિદ્ધિ. ૩. એઠું.