________________
૨૭૬ : સ્વાધ્યાય સંચય
તેરમા શ્રી વિમલનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન દુ:ખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ.
વિમલ જિન, દીઠાં - ૧ ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજે પામર પેખ. વિ૦ થી ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદીરધરા રે, ઇંદ ચંદ નાગિદ. વિ૦ દીઠ ૩ સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન-વશરામી વાલહો રે, આતમચો આધાર. વિ. દી. ૪ દરિસણ દીઠે જિનતાણું રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ. વિ. દી. ૫ અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. દી. એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. દી. ૭
6 mě a w
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન વિમલજિન, વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય; લઘુ નદી જિમ તિમ લંધિયેજી, સ્વયંભૂરમણ ન કરાય. વિ૦ ૧ ૧. લક્ષ્મી. ૨. મેરુ–સુવર્ણાચલ ભૂમિ. ૩. આત્માનો