________________
સ્વાધ્યાય સંચય : ૨૭૩
નિરાકાર અભેદ સંગ્રાહકે, ભેદ ગ્રાહક સોકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે. વાસુ - ૨ કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે; એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસુરિયે રે. વાસુ - ૩ દુઃખસુખ રૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. વાસુ ૪ પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફળ ભાવી રે; જ્ઞાન કરમ ફળ ચેતન કહીએ, જો તેહ મનાવી રે. વાસુ ૦ ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે. વાસુ - ૬
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન પૂજના તો કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટયો પૂજ્યસ્વભાવ પરકૃત પૂજા રે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ. પૂજના ૦ ૧ દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ પરમ ઇષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ. પૂ૦ ૨ અતિશયમહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલપ્રભુગુણરાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. પૂ૦ ૩ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધસ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. પૂ૦ ૪ શુદ્ધ તત્ત્વરસરંગી ચેતના રે, પામે આત્મસ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતો રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. પૂ. ૫ આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધિ, નિજ ધન ન દિયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. પૂ. ૬