________________
સ્વાધ્યાય સંચય : ૨૫૧
(૩) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન બાળપણે આપણ સનેહી, રમતા નવનવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે સંસાર-નિવશે.
હો પ્રભુજી! ઓલંભડે મત ખીજો. જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તમને કઈ બાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે.
ન હો પ્રભુજી! ઓ ૦ ૨ સિદ્ધનિવાસ લહે ભવસિદ્ધિ તેમાં શો પાડ તમારો? તો ઉપકાર તમારો લહીએ, અભવ્યસિદ્ધને તારો.
હો પ્રભુજી! ઓ ૦ ૩ નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે સાબાશી.
હો પ્રભુજી! ઓ ૦ ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાય?
હો પ્રભુજી! ઓ ૦ ૫ સેવાનુણરંન્યા ભવિજનને, જો તુમ કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમને નિરાગી.
હો પ્રભુજી! ઓ ૦ ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગજયકારી; રૂપ વિબુધનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી.
હો પ્રભુજી! ઓ ૦ ૭ –
–
૧. ભવ્ય જીવો. ૨. અભવ્યોને.